સ્વાસ્થ્ય મંત્રાલયના મુજબ ડેલ્ટા પ્લસ વેરિએંટના મઘ્યપ્રદેશમાં સાત, મહારાષ્ટ્રમાં 20, પંજાબમાં બે, ગુજરાતમાં 2, કેરલમાં ત્રણ, તમિલનાડુમાં નવ, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ, કર્ણાટકમાં એક એક મામલા આવ્યા છે. ડેલ્ટા પ્લસના ખતરા સામે સારા સમાચાર એ છે કે કોવિશીલ્ડ અને કોવેક્સિન વેક્સિન SARS CoV 2ના આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ એમ તમામ વેરિયન્ટ સામે અસરકારક સાબિત થઈ છે. આ ડેલ્ટા પ્લસ વેરિએન્ટ 48 દેશમાં નોંધાઈ ચૂક્યો છે.આ વાત ICMRના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કરી છે.