સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને મજા આવી જશે અને હેરાન થઈ જશો કે આવુ કેવુ શક્ય છે. ઉલ્લેખનીય છે કે એક વ્યક્તિ નવ બાળકોને સાઈકલ પર બેસાડીને લઈ જઈ રહ્યો છે. વીડિયો જોઈને લાગે છે કે તેણે સાઈકલમાં અલગ કેરિયર લગાવ્યા છે જેથી બાળકો બેસી શકે. તેમની વાતચીત પરથી લાગે છે કે આ વીડિયો સાઉથના કોઈ સ્થળનો છે.
આ વ્યક્તિએ ત્રણ બાળકોને પાછળ કેરિયર પર બેસાડી રાખ્યા છે, એક બાળકને પીઠ પર, એક-એક બાળકને પોતાના બંને ખભા પર, બે બાળકોને સાઈકલના આગળના દંડા પર અને એક બાળકને આગળના પૈડા પર બનેલા કેરિયર પર. આટલુ જ નહી આ વ્યક્તિએ બાળકોને બૈગ પણ પોતાની આ મહા સાઈકલ પર ટાંગી રાખ્યા છે. આ વીડિયો કોઈ રસ્તે જતા વ્યક્તિએ બનાવીને શેયર કર્યો છે.
તેમનો વીડિયો બનાવનારા તરફ બહા બાળકો ઉત્સુકતાથી જોઈ રહ્યા છે. બાળકોને જોઈને એવુ નથી લાગી રહ્યુ કે આ રીતે બેસીને જવુ તેમને માટે કોઈ નવી વઆત છે. એવુ લાગે છે કે આ બધા શાળાએ જઈ રહ્યા છે કે પછી શાળાએથી આવી રહ્યા છે. આ વીડિયોને આઈપીએલ ઓફિસર દીપાંશુ કાબરાએ શેયર કરતા લખ્યુ છે કે આમની પર તો મોડર વ્હીકલ એક્ત હેઠળ દંડ પણ નથી લાગી શકતો. લોકો આ વ્યક્તિના વખાણ કરી રહ્યા છે કે કેવી રીતે તેણે બેલેંસ રાખ્યુ છે. અત્યાર સુધી તે 35 હજાર વાર જોઈ ચુકાયો છે. .