First Speech of Joe Biden - બાઈડેને જાતિવાદ અને રાજકીય હિંસા પર પ્રહાર કરતા કહ્યું - હું બધા અમેરિકનનો રાષ્ટ્રપતિ છું

બુધવાર, 20 જાન્યુઆરી 2021 (23:46 IST)
અમેરિકામાં 20 જાન્યુઆરીથી બાઈડેને યુગનો પ્રારંભ થયો છે. જો બાઈડેને 46 મા યુએસ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. શપથ લીધા પછી તેમના પ્રથમ સંબોધનમાં જ જો બાયડેને જાતિવાદ અને રાજકીય હિંસાના મુદ્દાને પ્રાધાન્ય આપ્યું. તેમણે કહ્યું કે લોકોએ સત્તા માટે જૂઠું બોલ્યુ, પરંતુ ન્યાય સાથ રહે અને હિંસાની વિરુદ્ધ રહ્યા, તેથી આજે તેઓ અહીં ઉભા છે. આપણે હિંસક રાજનીતિ સામે લડવું પડશે. તેમણે કહ્યું કે હું કોઈ પાર્ટીનો પ્રમુખ નથી, હું દરેક અમેરિકનનો  રાષ્ટ્રપતિ છું.
 
જો બાઈડેને  કહ્યું કે આજે અમેરિકાનો દિવસ છે, આ  લોકશાહીનો વિજય છે. આ જશ્નનો સમય છે. આજે નવો ઇતિહાસ રચાયો છે. અમેરિકાની ધરતી લોકોની ભાવનાઓને માન આપતી આવી છે. અમે તેને કાયમ રાખીશું. અમે મહેનત, સમર્પણ અને સંપૂર્ણ તાકાત સાથે  દેશ માટે કામ કરીશું. આપણે 400 વર્ષ જૂની પરંપરાને આગળ વધારવાની છે. 
 
બાઈડેને  કહ્યું કે અમેરિકા કોરોના સંકટ સાથે સંઘર્ષ કરી રહ્યું છે. અગાઉની સરકારની ચૂકને કારણે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, પરંતુ અમે આ રોગચાળા સામે નિશ્ચિતપણે લડીશું અને જે પણ પડકારો આવશે તે સમજદારીથી હલ કરીશું. બાઈડેને  કહ્યું કે આપણે પણ અર્થવ્યવસ્થાના પડકારોનો સામનો કરવો પડશે. આ માટે અમે પૂરી મહેનત સાથે કામ કરીશું.
 
બાઈડેને  કહ્યું કે યુએસ સૈન્ય સશક્ત અને દરેક પડકાર માટે તૈયાર છે. અમે નસ્લીય ભેદભાવ પર અમેરિકામાં જે બન્યું તેનો અમે ન્યાય અને લોકતાંત્રિક  રીતે મુકાબલો કર્યો.  અમે હિંસા સામે જે કરી બતાવ્યું છે તે અમેરિકન લોકશાહીની વિશેષતા છે. તેમણે લોકતંત્ર  અને દરેક અમેરિકનની સુરક્ષાનુ વચન આપ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર