બાળ અધિકારો માટે વ્યાપક અભિયાન ચલાવો

રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગે દેશના બધા વયસ્કોને અપીલ કરી છે કે તેમને બાળ અધિકારની જાણકારી હોવી જોઈએ અને તેના વિશે બાળકોને પણ જાણકારી આપવામાં મદદ કરવી જોઈએ.

W.D
રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગે 14 નવેમ્બર પર બધા શાળાના બાળકોને અપીલ કરી છે કે તે શાળા, છાત્રાવાસ, અનાથાલયો, કિશોર સંપ્રેક્ષણઘર, બાળઘર અને આશ્રમઘર અને બાળકોને સંબંધિત સંસ્થાનોમાં બાળકોના અધિકારોના સંબંધમાં નિબંધ લેખન, વાદ-વિવાદ, અને ચિત્રકળા સ્પર્ધાનું આયોજન કરે. બધી શાળાઓ અને સંબંધિત સંસ્થાઓના પુરસ્કૃત નિબંધ, ચિત્ર, કવિતાઓ તથા અન્ય સામગ્રીને અધ્યક્ષ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગમાં મોકલવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. આ સામગ્રીને એકઠી કરવી જોઈએ, જેથી કરીને બાળકોના વિચારો અને તેમની ભાવનાઓની અભિવ્યક્તિયોથી મોટી સંખ્યામાં પાઠકો પરિચિત થઈ શકે. આ સમારંભમાં સરકારી સંગઠનો, જનપ્રતિનિધિયો અને અન્ય બાળકોના બીજા મિત્રોને પણ હાજરી આપવા અપીલ કરવી જોઈએ.

રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગે દેશની બધી શાળાઓને વિનંતી કરી છે કે બધા વર્ગોમાં સંયુક્ત રાષ્ટ્ર બાળ અધિકાર કંવેંશનના અનુચ્છેદોને વાંચીને સંભળાવવા જોઈએ અને બાળકો સાથે તે પર વિચાર-ગોષ્ઠી કરવી જોઈએ.

સંયુક્ત રાષ્ટ્ર બાળ અધિકારમાં બધા બાળકોને સમાન અધિકાર, પોતાના વિચાર બતાવવાનો અધિકાર, વિકલાંગતાની દશામાં વિશેષ શિક્ષા અને સંભાળ, તેમની મૂળભૂત જરૂરિયાતોને પૂરી કરવાનો અધિકાર, જરૂરી લોકોને સરકાર પાસેથી મદદ લેવાનો અધિકાર, સારુ ભણતર,રમવાનો અને આરામ કરવાનો અધિકાર અને બાળકોને એવા કામથી સંરક્ષણનો અધિકાર જે તેમને નુકશાન પહોંચાડે તેવો હોય, સ્વાસ્થ્ય અને શિક્ષાને માટે ખરાબ હોય, વગેરે વિશે બતાવવામાં આવ્યું છે.