એક્ટર સૈફ અલી ખાનની પુત્રી ટૂંક સમયમાં જ ફિલ્મ કેદારનાથ દ્વારા બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તાજેતરમાં આ ફિલ્મનુ પહેલુ પોસ્ટર રજુ કરવામાં આવ્યુ. પોસ્ટરમાં સુશાંતની પીઠ પર સારાને લઈને પર્વત પર ચઢતા દેખાય રહ્યા છે. આ દરમિયાન સારા અલી ટ્રેડિશનલ અવતારમાં છે અને સ્માઈલ કરી રહી છે. પોસ્ટર સાથે જ ફિલ્મની રજુઆત ડેટનુ પણ એલાન કરવામાં આવ્યુ છે. અ ફિલ્મ 7 ડિસેમ્બરના રોજ રજુ થશે. આ પોસ્ટરને ફિલ્મના ડાયરેક્ટર અભિષેક કપૂરે પોતાના ટ્વિટર એકાઉંટ પર શેયર કર્યુ છે. આ સાથે જ તેમણે કેપ્શનમાં લખ્યુ - કોઈપણ વિપદા પ્રેમને હરાવી શકતી નથી. અ સાથે જ તેમણે જણાવ્યુ કે ફિલ્મનુ ટીઝર પણ રજુ થશે.