જાણો કોણ છે પદ્માવતીમાં દીપિકાની સૌતન બનેલી આ અભિનેત્રી

બુધવાર, 1 નવેમ્બર 2017 (15:15 IST)
સંજય લીલા ભંસાલીની અપકમિંગ ફિલ્મ પદ્માવતી છે. જેને જોવા માટે દર્શક ખૂબ આતુર છે. ટ્રેલરને દર્શકોની તરફથી સારો રિસ્પોન્સ મળ્યો છે અને તાજેતરમાં જ તેનુ પ્રથમ ગીત ધૂમર રજુ કરવામાં આવ્યુ હતુ.  આ ગીતમાં દીપિકાએ 30 કિલોનો લહેંગો પહેરીને ડાંસ કર્યો છે. ગીતમાં તમને એક સ્થાન પર રાની પદ્મીની ની સૌતનની ઝલક જોવા મળી હશે... ઘણા લોકોએ ભલે દીપિકા સામે તેમને નજર અંદાજ કરી હોય પણ અમે તમને બતાવી રહ્યા છે કે આ અભિનેત્રી કોણ છે. 
 
દીપિકાની સૌતનનુ નામ છે અનુપ્રિયા ગોયનકા. ઉલ્લેખનીય છે કે ફિલ્મની સ્ટોરી ચિત્તોડની મહારાણી પદ્માવતી પર આધારિત છે.  જેના પતિનુ નામ મહારાવલ રતન સિંહ હતુ. પણ રાની પદ્મિની સાથે લગ્ન કરતા પહેલા રતન સિંહના લગ્ન મહારાની નાગમતિ સાથે થયા હતા.  ઘૂમર ગીતના એક ફેમમાં મહારાની નાગમતિની ઝલક જોવા મળે છે. 27 ઓક્ટોબરના રોજ ભંસાલી પ્રોડ્ક્શને પોતાના ટ્વિટર પર મહારાણી નાગમતિના રૉયલ લુકની ઝલક શેયર કરી હતી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર