અનુષ્કાને મળી મોટી ફિલ્મ, બે ખાંસની સાથે કરશે રોમાંસ

સોમવાર, 10 ડિસેમ્બર 2018 (11:24 IST)
બૉલીવુડ નિર્દેશક સંજય લીલા ભંસાલી જલ્દી જ શાહરૂખ અને સલમાન ખાનને લઈને ફિલ્મ બનાવશે. પહેલા આ ફિલ્મ માટે હીરોઈનના રૂપમાં દીપિકા પાદુકોણનો નામ સાંભળવામાં આવી રહ્યું હતું પણ હવે ખબર આવી રહી છે કે અનુષ્કા આ ફિલ્મનો ભાગ બની શકે છે. 
અનુષ્કા શર્મા માટે આ વર્ષ ખૂબ સારું રહ્યું છે. તેની ફિલ્મ સૂઈ ધાગાએ બોક્સ ઑફિસ પર સારું પ્રદર્શન કર્યું. ફેંસને પણ અનુષ્કાનો રોલ ખૂબ પસંદ આવ્યું. જલ્દી જ અનુષ્કા શાહરૂખ ખાનની સાથે ફિલ્મ જીરો માં પણ નજર આવશે. ટ્રેલરમાં અનુષ્કાની એક્ટિંગની ઝલક મળી રહી છે. 
 
ખબરો મુજબ ભંસાલી તેમની આવનારી ફિલ્મ માટે સ્ક્રિપ્તને ફાઈનલ કરી લીધું છે અને તે ઈચ્છે છે કે અનુષ્કા તેનો ભાગ બને. પણ અનુષ્કાએ અત્યારે સુધી આ પ્રોજેક્ટને સાઈન નહી કર્યું છે. પણ શકયતા છે કે તે જલ્દી જ સાઈન કરી લેશે. કારણકે તેને અત્યારે સુધી ભંસાલીના સાથે કોઈ પણ ફિલ્મ નહી કરી છે. 
 
તેમજ આ પણ સાંભળવામાં આવ્યું છે કે આ ફિલ્મ માટે અનુષ્કાનો નામ સલમાનએ જણાવ્યું છે. સલમાનએ અનુષ્કાની સાથે સુલ્તાનમાં કામ કર્યું હતું. તેથી તેને અનુષ્કાની સાથે એક સારું બાંડ છે. સલમાન ઓઅણ ભંસાલીની સાથે ફિલ્મ કરવાની પુષ્તિ કરી દીધી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર