સાઉથના આ પ્રખ્યાત કોમેડિયન-એક્ટરનું નિધન, ધનુષની ફિલ્મ દ્વારા કર્યું હતું ડેબ્યુ

બુધવાર, 27 માર્ચ 2024 (06:58 IST)
સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સમાચાર છે કે દક્ષિણના લોકપ્રિય કોમેડી-એક્ટર શેશુનું   નિધન થયું છે. અભિનેતાએ ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. અભિનેતાના 60 વર્ષની વયે અચાનક નિધનના સમાચારથી સમગ્ર સાઉથ ઈન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ છે. ઉલ્લેખનીય છે કે શેશુની તબિયત ઘણા દિવસોથી બગડી હતી અને ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.
 
હાર્ટ એટેક બાદ હોસ્પિટલમાં દાખલ હતા શેશુ  
સૂત્રોના જણાવ્યા અનુસાર, 15 માર્ચે શેશુને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.જો કે તે બીમારીમાંથી સાજા થવામાં નિષ્ફળ રહ્યા અને 26 માર્ચે તેમણે દુનિયાને અલવિદા કહ્યું. તેમના નિધનના સમાચાર પછી, ફેંસ અને સિનેમા જગતના તેમના સહ કલાકારો સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Redin Kingsly (@redin_kingsley)

 
ધનુષની ફિલ્મથી કર્યું હતું ડેબ્યૂ 
શેશુના નિધનના સમાચારની પુષ્ટિ લોકપ્રિય અભિનેતા અને શેશુના નજીકના મિત્ર રેડિન કિંગ્સલે દ્વારા કરવામાં આવી છે. રેડિન કિંગ્સલેએ સોશિયલ મીડિયા પર શેશુના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેણે અભિનેતાની તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું, 'RIP.' રેડિન કિંગ્સલે ઉપરાંત ઘણા ફેંસ અને સેલેબ્સ સતત સોશિયલ મીડિયા દ્વારા શેશુના નિધન પર શોક વ્યક્ત કરતા અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા જોવા મળે છે.  ઉલ્લેખનીય છે કે શેશુએ વર્ષ 2002માં લોકપ્રિય અભિનેતા ધનુષની ફિલ્મ 'થુલ્લુવધો ઈલામાઈ' દ્વારા ડેબ્યૂ કર્યું હતું.  ત્યારબાદ તેમને  લોકપ્રિય ટીવી કોમેડી શો 'લોલુ સભા' માં કામ કરવાની તક મળી જે તેમની વાસ્તવિક ઓળખ બની. આ શોના કારણે શેશુ સાઉથનાં કોમેડી કિંગ તરીકે ઓળખાવા લાગ્યા. કોમેડી શો લોલ્લુ સભા સિવાય શેશુએ દક્ષિણની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં 'ગુલુ ગુલુ', 'નઈ સેકર રિટર્ન્સ', 'બિલ્ડઅપ', 'એ1', 'ડિક્કીલુના', 'દ્રૌપતિ' અને 'વદક્કુપટ્ટી રામાસામી' જેવી ફિલ્મોના નામ સામેલ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર