અરબાઝ ખાને કબૂલી સટ્ટામાં 3 કરોડ રૂપિયા હારવાની વાત, મલાઈકા સાથે ડાયવોર્સનુ આ પણ એક કારણ

શનિવાર, 2 જૂન 2018 (13:53 IST)
અરબાઝ ખાને આઈપીએલમાં સટ્ટેબાજી કરવા અને ત્રણ કરોડ રૂપિયા હારવાની વાત કબૂલ કરી લીધી છે. પોલીસ સૂત્રો મુજબ અરબાઝની સટ્ટેબાજી કરવાની ટેવ મલાઈકા અરોડા સાથે તેમના છુટાછેડાનુ એક કારણ હતુ.  ઉલ્લેખનીય છે કે અરબાજ શનિવારે પૂછપરછ માટે ઠાણે ક્રાઈમ બ્રાંચ ઓફિસ પહોંચ્યા. બુકી સોનૂ જાલાન સામે બેસાડીને તેમને 13 સવાલ પૂછવામાં આવ્યા. પોલીસે અરબાઝને પુછ્યુ કે શુ તમને ખબર નહોતી કે આરોપી સટ્ટો રમે છે અને તેના અંડરવર્લ્ડ સાથે સંબંધો છે.   પૂછપરછ માટે ક્રાઈમ બ્રાંચના 5 ઓફિસરની ટીમ બનાવી છે. 
 
સોનૂને પણ ક્રાઈમ બ્રાંચ લાવવામાં આવ્યો 
 
- અરબાઝ ક્રાઈમ બ્રાંચ ઓફિસ પહોંચતા જ સોનૂ જાલાનને પણ ત્યા પૂછપરછ માટે લાવવામાં આવ્યો. 
- જો સૂત્રોનુ માનીએ તો આ સમગ્ર પૂછપરછ પાંચ્જ ઓફિસરોની ટીમ કરશે જેમા ખુદ એનકાઉંટર સ્પેશલિસ્ટ પ્રદીપ શર્માનો પણ સમાવેશ રહે. 
અરબાઝને પૂછાયા આ 13 સવાલ 
1. તમે ક્યારથી સોનૂ જાલાનને જાણો છો અને તમારા તેમની સાથે તમારા શુ સંબંધો છે ?
2. તમે જાલાનને પહેલીવર ક્યારે મળ્યા અને તમારી તેની સાથે મુલાકાત કોણે કરાવી ?
3. શુ તમને ખબર હતી કે સોનૂ સટ્ટો લગાવે છે અને અગાઉ પણ ધરપકડ થઈ ચુકી છે ?
4. શુ તમે સોનૂના અંડરવર્લ્ડ સાથેના સંબંધો વિશે જાણો છો ?
5. શુ તમને જાલાનને પૈસા આપવાના હતા અને તે તમને ધમકી આપી રહ્યો હતો ?
6. શુ તમારા અને સોનૂ વચ્ચે કોઈ ટ્રાંજેક્શન થયુ ? આ વિશે વિસ્તારથી બતાવો 
7. શુ તમે સોનૂના સતત સંપર્કમાં છો ?
8. તમારી સોનૂ અને બીજા બુકીઝ સાથે કોઈ ફોટો છે ? તમે તેને કેવી રીતે ઓળખો છો ? 
9. શુ તમે ક્યારેય સોનૂ દ્વારા કોઈ મેચ... કે હાલની મેચમં સટ્ટો લગાવ્યો છે ? 
10. અમને જાણ થઈ છે કે તમારા પર સોનૂના 3 કરોડ રૂપિયા બાકી છે ? શુ આ એ રકમ છે જે તમે સટ્ટામાં ગુમાવી ? 
11. તમારા મિત્રોમાં કેટલા લોકો સોનૂને જાણે છે ? શુ તમે ક્યારેય કોઈ બીજા સેલિબ્રિટી કે તમારા નિકટના લોકોની તેમની સાથે મુલાકાત કરાવી છે ?
12. શુ તમારી ફેમિલીને તમારા અને સોનૂના સંબંધો વિશે માહિતી છે ?
13. સોનૂ સાથે તમારી અંતિમ મુલાકાત વિશે બતાવો ? 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર