બોલીવુડમાં એંસીનો દસકો લેધર પેટ્સ, ચમકતી ડ્રેસેસ અને ડિસ્કો માટે યાદ કરવામાં આવે છે. ફિલ્મ નિર્દેશક સાજિદ ખાને એ સમયમાં ફિલ્મોના દિવાના અને પોતાની ફિલ્મોમાં તે સમયની ઝલક બતાડવાના છે.
હિમંતવાલા માટે સાજિદ ખાને એક સ્પેશ્યલ ડિસ્કો સાથે બેંક ગોડ ઈટ્સ ફ્રાઈડે સોનાક્ષી સિન્હા પર ફિલ્માવ્યુ છે. આ ગીતની કોરિયોગ્રાફી ચિન્ની પ્રકાશે કરી છે.
80ના દસકામાં શ્રીદેવી અને પરવીન બાબી પોતાની સ્ટાઈલ માટે ફેમસ હતી. તેથી સાજિદે સોનાક્ષીને આ ગીતમાં એ બે એક્ટ્રેસના લુકમાં બતાવી છે. મનીષ મલ્હોત્રાએ સોનાક્ષીના માટે આ લુક ડિઝાઈન કર્યુ. ફોટો જોઈને કહી શકાય કે મનીષ પોતાના હેતુમાં સફળ થયા છે.
ગોલ્ડન ડ્રેસ અને હેડબેંડ લુકમાં સોનાક્ષી પરવીન બોબીની યાદ અપાવે છે. શાન ફિલ્મના ગીત પ્યાર કરનેવાલેમાં પરવીન આવા જ અંદાજમાં જોવા મળી હતી. બીજા લુકમાં તે કાળા રંગની ટાઈટ પેંટ્સમાં છે જે શ્રીદેવીનું ચાલબાઝ વાળુ લુક યાદ અપાવે છે.
P.R
સોનાક્ષી સિન્હા સાથે જ્યારે તેમના લુક અને ગીત વિશે વાત કરી તો તેણે કહ્યુ મનીષે અદ્દભૂત કમ કર્યુ છે. મને મારા બંને લુક્સ ખૂબ જ પસંદ આવ્યા. શૂટિંગ કરતા પહેલા મેં આ બંને ગીતને જોયા. મે ઘણા બીજા ગીત પણ જોયા જેથી એ સમયને સારી રીતે સમજી શકુ.
સોનાક્ષીના લુક અને ગીતની ઝલકથી અંદાજ લગાડી શકાય છે કે દર્શક સોનાક્ષીના આગીત પર મંત્ર-મુગ્ધ થવાના છે.
સાજિદ ખાન દ્વારા નિર્દેશિત હિમંતવાલામાં અજય દેવગન અને તમન્ના લીડ રોલ કરી રહ્યા છે. ફિલ્મનુ નિર્માણ યૂટીવી મોશન પિક્ચર્સ અને વાસુ ભગનાનીએ મળીને કર્યુ છે. આ ફિલ્મ 29 માર્ચ 2013ના રોજ રજૂ થશે.