આ 5 Face Pack દ્વારા ચોમાસામાં તમારી સ્કિન દમકતી રહેશે

મંગળવાર, 23 જુલાઈ 2019 (00:31 IST)
વરસાદની ઋતુમાં ચેહરાની સુંદરતા કાયમ રાખવા માટે કેટલાક એકસ્ટ્રા ઈફર્ટ કરવા પડે છે. કારણ કે

મૉનસૂનમાં જન્મેલા બેક્ટેરિયા ખીલ ફોલ્લીઓ પેદા કરે છે અને ચીકાશ તમારા ચેહરાનો ગ્લો ઓછો કરી નાખે છે. અહી જાણો 5 સહેલા ફેસ પેક બનાવવાની વિધિ. જે ખાસ કરીને વરસાદ માટે છે.   તેને લગાવવાથી આ મૉનસૂનમાં પણ તમારી સ્કિન દમકતી રહેશે. 
મુલતાની માટીનો ફેસપૈક 
 
વર્ષા ઋતુ માટે સારુ હોય છે મુલતાની માટીનો ફેસપેક. ખાસ કરીને જો તમારા ચેહરા પર વારેઘડીએ ઓઈલ આવે છે કે આ ઋતુમાં ઉમસને કારણે ચિકાશ બની રહે છે. આવામાં તમે 1 ચમચી મુલતાની માટીમાં ગુલાબજળ અને 3-4 ટેપા લીંબૂનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. હવે ચેહરાને ધોયા પછી સારી રીતે લૂછી લો અને પછી ચેહરા સાથે ગરદન પર પણ આ પેકને લગાવો. પછી 15થે 20 મિનિટ પછી હાથને હળવા ભીના કરીને આ પૈકને ધીમે ધીમે રગડતા હટાવો. તાજા પાણીથી ચેહરો ધોઈ લો અને ખુધ ફરક અનુભવ કરો. 
 
ફુદીના અને કેળાનુ પૈક

એક ચોથાઈ કેળાનેલઈને તેને સારી રીતે મસળીને પેસ્ટ બનાવી  લો અને મુકી દો. હવે એક મુઠ્ઠી ફુદીનાના પાનને વાટી લો. આ બંને પેસ્ટને મિક્સ કરીને પૈક તૈયાર કરો. તેમા કેટલાક ટીપા ગુલાબ જળના નાખો અને 15મ મિનિટ માટે ચેહરા પર લગાવી લો. સ્કિન ખૂબ જ સ્મૂધ અને ક્લીન થઈ જશે. 
ચંદન ફેસ પૈક

આ ફેસ પૈકને બનાવવા માટે તમે 2 ચમચી ચંદન પાવડરને ગુલાબ જળ સાથે મિક્સ કરીને પૈક બનાવી લો. આ પૈકને 10 મિનિટ માટે ચેહરા પર અને ગરદન પર લગાવો અને પછી તાજા પાણીથી ચેહરો ધોઈ લો.  આ પૈક ઓઈલ હટાવીને તમને ગ્લોઈંગ સ્કિન આપશે. 
 
બેસન અને હળદરનુ ફેસ પૈક 

બેસન ચેહરા પરથી વધારાનુ ઓઈલ શોષીને તેને સ્વચ્છ અને મુલાયમ રાખે છે. બીજી બાજુ હળદર વરસાદને ઋતુમાં ત્વચાને નુકશાન પહોચાડનારા બેક્ટેરિયાને ખતમ કરી ત્વચાનો રંગ નિખારે છે અને દાગ ધબ્બા હટાવે છે.  બેસન અને હળદરનો ફેસપૈક બનાવવા માટે તમે 2 ચમચી બેસન અને બે ચપટી હળદર લો. આ બંનેને ગુલાબજળ સાથે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. આ પૈકને ચેહરા અને ગરદન પર 15 મિનિટ લગાવો.  ત્યારબાદ તાજા પાણીથી ચેહરો ધોઈ લો. થોડા દિવસમાં જ તમને ફરક જોવા મળશે.  સાથે જ વરસાદમાં આ પૈક ચિકાશથી પણ રાહત આપે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર