Skin Care TIPS: રાત્રે ચેહરા પર લગાવો આ વસ્તુ સૂતા-સૂતા દૂર થશે ખીલ, ડાઘ આવશે સુપર નિખાર

સોમવાર, 27 ફેબ્રુઆરી 2023 (13:08 IST)
Skin Care TIPS:  ચેહરા પર રહેલ ડાઘ તમારી સુંદરતાને ખરાબ કરવામાં કોઈ કસર નહીં છોડતા ખાસ કરીને જ્યારે પિમ્પલ્સ હોય તો ચહેરાની ચમક પણ ગાયબ થઈ જાય છે. અંજીર તમને આ બંને સમસ્યાઓથી રાહત આપી શકે છે. હા, અંજીર ત્વચાની એટલી જ કાળજી રાખે છે જેટલી તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તે ચહેરા પર ગ્લો લાવવાની સાથે તેને બેદાગ પણ બનાવે છે.
 
સ્કિન માટે ફાયદાકારી છે અંજીર 
અંજીર પોષક તત્વોનુ ભંડાર છે. તેમાં સ્કિન માટે ફાયદાકારી ઘણા પોષક તત્વ હોય છે. અંજીર કેલ્શિયમ, ફાઈબર એ મેગ્નેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે, તે સ્વાસ્થ્યને અનેક રોગોથી બચાવે છે અને ચહેરા પર ચમક લાવે છે. વિટામિન્સને કારણે તે ત્વચા માટે વધુ ફાયદાકારક સાબિત થાય છે. 
 
ચેહરા પર અંજીર લગાવવાની રીત 
સૌથી પહેલા અંજીરને રાતભર પલાળીને તેને મેશ કરી લો. 
હવે તેમાં એક ચમચી મધ મિક્સ કરવુ પડશે. 
પછી આંગળીઓથી આ પેસ્ટને સરળતાથી લગાવવુ છે. 
તે પેસ્ટને તમે 5 મિનિટ માટે એમજ મૂકી દો. 
અઠવાડિયામાં બે વાર આ રીતે અંજીરનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.
 
2. અંજીર ચહેરા પર ચમક લાવે છે
સૌથી પહેલા એક મોટી ચમચી અંજીરની પેસ્ટ તૈયાર કરો.
પછી તેમાં સમાન માત્રામાં દહીં અને મધ મિક્સ કરો.
રાત્રે સૂતાના 2 કલાક પહેલા તેને અપ્લાઈ કરવુ પડશે. 
પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો.
આમ કરવાથી ચહેરાના ડાઘ ઓછા થઈ જાય છે
અઠવાડિયામાં 2 વાર આવું કરવાથી ત્વચામાં નિખાર આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર