પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 ડિસેમ્બર 2021ના રોજ મંડી, હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે. તેઓ લગભગ બપોરે 12 વાગે રૂ. 11,000 કરોડથી વધુની કિંમતની હાઇડ્રોપાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ઈવેન્ટ પહેલા, તેઓ સવારે 11:30 વાગ્યે હિમાચલ પ્રદેશ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટના બીજા ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહની અધ્યક્ષતા કરશે.
પ્રધાનમંત્રીએ દેશમાં ઉપલબ્ધ સંસાધનોની અણુપયોગી ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરવા પર સતત ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ સંબંધમાં એક પગલું હિમાલય પ્રદેશમાં હાઇડ્રોપાવર સંભવિતતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનું છે. મુલાકાત દરમિયાન જે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને જેનો શિલાન્યાસ પ્રધાનમંત્રી કરશે તે આ દિશામાં એક મહત્ત્વનું પગલું દર્શાવે છે.
પ્રધાનમંત્રી રેણુકાજી ડેમ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. લગભગ ત્રણ દાયકાઓથી પેન્ડિંગ પડેલો, આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રીના સહકારી સંઘવાદના વિઝન દ્વારા શક્ય બન્યો, જ્યારે છ રાજ્યો જેમ કે હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ અને દિલ્હીને કેન્દ્ર દ્વારા પ્રોજેક્ટ બનાવવા માટે એકસાથે લાવવામાં આવ્યા. 40 મેગાવોટનો આ પ્રોજેક્ટ આશરે રૂ. 7000 કરોડના ખર્ચે બાંધવામાં આવશે. તે દિલ્હી માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે, જે દર વર્ષે લગભગ 500 મિલિયન ક્યુબિક મીટર પાણી પુરવઠો પ્રાપ્ત કરી શકશે.
પ્રધાનમંત્રી હિમાચલ પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટના બીજા ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહની પણ અધ્યક્ષતા કરશે. આ મીટ આશરે રૂ. 28,000 કરોડના પ્રોજેક્ટની શરૂઆત દ્વારા પ્રદેશમાં રોકાણને વેગ આપશે તેવી અપેક્ષા છે.