Video- ઓમાન સમુદ્ર કાંઠે ભારતીય મૂળ પરિવારના ત્રણ લોકો દરિયાના મોજામાં તણાઈ ગયા
ગુરુવાર, 14 જુલાઈ 2022 (16:26 IST)
મહારાષ્ટ્રના એક વ્યક્તિ અને તેમના બાળકો ઓમાનના બીચ પર ડૂબી ગયા. સ્થાનીય પોલીસનો કહેવુ છે કે વ્યક્તિની 9 વર્ષની પુત્રી શ્રુતિ અને 6 વર્ષનો પુત્ર શ્રેયસની શોધખોળ ચાલુ છે. મહારાષ્ટ્રના સાંગલીના રહેવાસી 42 વર્ષીય શશિકાંત મહામાને તેમની પત્ની અને બાળકોની સાથે દુબઈમાં રહેતા હતા. તે રવિવારે એક દિવસની યાત્રા માટે પાડોશી ઓમાનમાં હતા. બીચ પર પ્રવાહ તીવ્ર થઈ જતા મોજાઓમાં બાળકોને ડૂબતા જોઈ પિતા તેણે બચાવવા જલ્દી જ પાણીમાં ઉતર્યા દુર્ભાગ્યથી તે પણ ડૂબી ગયા.
6 વર્ષનો પુત્ર શ્રેયસ અને પિતાની લાશ મળી ગઈ છે પણ તેમની 9 વર્ષની પુત્રી શ્રુતિની શોધખોળ ચાલુ છે. સાંગલીના રહેવાસી શશિકાંત મ્હમાને વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર હતા અને દુબઈમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા.
A holiday at a beach in Omans Salalah turned into a tragedy for an expat Indian family, when strong waves swept away eight persons from the shore https://t.co/E6CGB9ip1Rpic.twitter.com/RcikZD3wea