વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર: મે મહિનામાં નહી લેવાય પરીક્ષા, વાલીમંડળે કરી આ માંગ

બુધવાર, 5 મે 2021 (16:46 IST)
રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ લીધો છે. ધોરણ 10મે થી 25 મે સુધી યોજાવવાની હતી પરંતુ કોરોનાની હાલની પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મેના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. ત્યારે ધોરણ 10 માં માસ પ્રમોશન આપવામાં આવે તેવી વાલી મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે. 
 
ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા આજે ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ કરવામાં આવી છે. આ પીઆઇએલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોવિડની મહામારીમાં બીજા ઘણા રાજ્યોમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકાર તરફથી કોઈ કોઇ નિર્ણય લેવામાં ન આવતાં તેમણે કોર્ટનો સહારો લીધો હતો. 
 
સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ઘ્યાનમાં લઇને રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લેતા જાહેર કર્યું છે કે, સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 12 ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ આગામી 10 મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશ ના થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. 
 
સરકારના આ નિર્ણયથી ગુજરાતભરના વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કોરોના મહામારી વચ્ચે પરીક્ષા કેવી રીતે લેવાશે તેનો ડર હવે તેમના મનમાંથી દૂર થયો હતો. પરંતુ આ મહામારી અટકવાનું નામ નથી લઈ રહી. ઉપરથી કોરોનાના બીજા વેવમાં બાળકોના માથા પર સંકટ વધુ છે. અનેક બાળકોને કોરોના સંક્રમણ થઈ રહ્યું છે. તેથી ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા ધોરણ 10 ને પણ માસ પ્રમોશનની માંગણી કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર