પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિઓની સુવિધા માટે તારીખ 14 ફેબ્રુઆરી, 2022 થી આગલી સૂચના સુધી પ્રતાપનગર – છોટાઉદેપુર વચ્ચે યાત્રી ટ્રેન સેવા ફરી શરૂ કરવામાં આવી રહી છે. આ બંને ટ્રેનો પૂર્ણ રૂપે અનરિઝર્વ્ડ રહેશે તેમજ તમામ સ્ટેશનો પર રોકાશે.
વડોદરા ડિવિઝનના ડીઆરએમ અમિત ગુપ્તાએ જણાવ્યુ કે તારીખ 14 ફેબ્રુઆરી થી આગલી સૂચના સુધી ટ્રેન નંબર 09163 પ્રતાપનગર – છોટાઉદેપુર પેસેન્જર પ્રતિદિવસ સવારે 6.30 કલાકે પ્રતાપનગર થી ઉપડી 09.00 કલાકે છોટાઉદેપુર પહોંચશે. પરતમાં ટ્રેન નંબર 09164 છોટાઉદેપુર – પ્રતાપનગર પેસેન્જર સવારે 06.20 કલાકે છોટાઉદેપુર થી ઉપડી 09.00 કલાકે પ્રતાપનગર પહોંચશે.
માર્ગમાં આ બંને ટ્રેનો બંને દિશાઓમાં કેલનપુર, કુંડેલા, ભિલુપુર, થુવાવી, ડભોઈ, વદવાણા, અમલપુર, સંખેડાબહાદરપુર, છુછાપુરા, જોજવા, બોડેલી, જબુગામ, સુસકાલ, પાવી, તેજગઢ અને પુનિયાવાટ સ્ટેશનો પર રોકાશે.