અમદાવાદ શહેરમાં બજરંગ દળ દ્વારા KFC જેવી જાણીતી દુકાનને તાળાબંધી

શનિવાર, 12 ફેબ્રુઆરી 2022 (16:32 IST)
કાશ્મીર મુદ્દે થયેલા વિવાદિત ટ્વિટ બાદ આજે અમદાવાદ શહેરમાં બજરંગ દળ દ્વારા ચોંકાવનારો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. શહેરના કેટલાક વિસ્તારોમાં KFC જેવી જાણીતી દુકાનને તાળાબંધી કરી દીધી હતી. બજરંગ દળના કાર્યકરો ભારતનો ઝંડો અને ભગવા ઝંડાઓ સાથે દુકાનો પર મોટી સંખ્યામાં ધસી ગયા હતા. અલગ અલગ જગ્યાએ સ્ટીકર લગાવ્યા હતા તેની સાથે ભારે સુત્રોચ્ચાર પોકાર્યા હતા

બધાની વચ્ચે  સ્થાનિક પોલીસ પહોંચી ગઈ હતી તેમણે ટોળાને વિખેરવા માટે પ્રયાસ કર્યો હતો.તાજેતરમાં અમુક વિદેશી કંપનીઓ  હુન્ડાઈ મોટર્સ , કીયા મોટર્સ , ઈસુઝુ મોટર્સ , કે.એફ.સી ફુડ , ડોમિનોઝ પિઝા , યુ.એસ પિઝા , પિઝા હટ જેવી મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા સોસિયલ મિડિયા પ્લેટફોર્મ પર ટ્વીટરના માધ્યમથી " ટ્વીટ " કરીને કાશ્મીરના સંદર્ભમાં પાકિસ્તાન સમર્થિત નિવેદનો કરવા આવ્યા છે અને કાશ્મીરની આઝાદીની જે વાત કરી છે તે માત્ર ને માત્ર પાકિસ્તાન તથા પાકિસ્તાન પ્રેરિત કાશ્મીરમાં આતંક મચાવતા આતંકવાદીઓ ને સમર્થન આપનારી અને એને પોષનારી વાત છે આ પ્રકારની માનસિકતા એ ચોક્કસ પણે ભારત વિરોધી માનસિકતા છે.આ  વાત  વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરવામાં આવી રહી છે.સુરત શહેરમાં  સોસ્યો સર્કલ  સહીત અનેક વિસ્તારોમાં " પીઓકે " સહીત સમગ્ર કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે “ કાશ્મીર ભારતન શાન છે. આવા લખાણ સાથે જે તે કંપનીના ગેટ ઉપર પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા અને તેમના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉધના-મગદલ્લા રોડ ઉપર આવેલા શો રૂમ તેમજ શહેરના વિવિધ શો રૂમ ઉપર જઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા પોસ્ટર ચોટાડવાનો શરૂ કરવામાં આવ્યું હતું. કાશ્મીર મુદ્દાને લઇને કરવામાં આવેલી ટિપ્પણીથી  વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તેની આકરી ટીકા કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર