લો પ્રેસરની અસરને કારણે ઠંડીનો પારો ગગળ્યો, નલિયા 15.2 ડીગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર

ગુરુવાર, 2 ડિસેમ્બર 2021 (11:22 IST)
અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.9 ડિગ્રી, વડોદરા 15.8 ડિગ્રી, દમણ 16.0 ડિગ્રી, સુરત 16.6 ડિગ્રી રાજ્યભરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેસરની અસરને કારણે ઠંડીનો પારો ગગળ્યો,
મોટાભાગના શહેરમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીના નીચે
નલિયા 15.2 ડીગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.9 ડિગ્રી, વડોદરા 15.8 ડિગ્રી, દમણ 16.0 ડિગ્રી, સુરત 16.6 ડિગ્રી 
 
ઉત્તર ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધ-ઘટ વચ્ચે ઠંડીનો પારો 18 ડિગ્રીથી નીચે રહેતાં ઠંડી અકબંધ રહી છે. 5 દિવસથી ઠંડીનો પારો 18 ડિગ્રીથી નીચે રહેવાના કારણે ઠંડીનું જોર યથાવત રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, બુધવારે દિવસ-રાતના તાપમાનમાં આંશિક વધઘટ જોવા મળી શકે છે.
 
ચક્રવાત ‘જોવાડ’ના એંધાણ :મુંબઈમાં મુશળધાર વરસાદ
 
મુંબઈ, પૂણે અને કોંકણ વિસ્તારોમાં 3 ડિસેમ્બર સુધી મુશળધાર વરસાદની આગાહી :ગુરુવારે બરોડા, નર્મદા, બનાસકાંઠા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, ભરૂચ, તાપી, અમરેલી, અરવલ્લી, દાહોદ, મહિસાગર અને ભાવનગર જિલ્લાના અનેક સ્થળોએ મુશળધાર વરસાદની આગાહી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર