ગત થોડા સમયથી ગુજરાતમાં દરેક સ્થળે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા લોકો પર પોલીસે ત્રીજી આંખ ગોઠવી દીધી છે. સીસીટીવી કેમેરાની મદદથી પોલીસ નિયમનો ભંગ કરનાર દરેક ચાલકને ઇ-મેમો મોકલી રહી છે. ઇ-મેમો મોકલી પોલીસ સરળતાથી ટ્રાફિક દંડ વસૂલી રહી છે. જોકે રાજકોટમાં એક વ્યક્તિએ ઇ-મેમો ભરવા માટે અસમર્થતા બતાવતાં ટ્રાફિક દંડ ભરવા માટે એક વ્યક્તિએ પોતાની કિડની વેચવાની પરવાનગી માંગી છે.
પરેશ રાઠોડ નામના વ્યક્તિએ પોલીસ કમિશ્નરને અનુમતિ આપવા માટે કહ્યું કે વર્ષ 2018 માં ટ્રાફિક મેમોના 5800 રૂપિયા બાકી હતા. પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે. એટલા માટે તે મેમો ભરવા માટે કિડની વેચવા માટે મજબૂર છે. એટલા માટે તેમણે પોલિસ કમિશ્નરને પત્ર લખ્યું છે. પરેશ રાઠોડે કહ્યું કે તેમની આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે. તે પોતાના બાળકોની ફી ભરવામાં અસક્ષમ છે. એવામાં કિડની વેચવા માટે મજબૂર બની ચૂક્યા છે.