મહારાષ્ટ્રમાં વધતા કોરોના સંક્રમણને જોતા રાજ્ય સરકરે નવી ગાઈડલાઈંસ (Maharashtra corona guidelines and restrictions) રજુ કરી છે. આ ગાઈડલાઈંસ મુજબ આજે (9 જાન્યુઆરી રવિવાર ) રાત્રે 12 વાગ્યાથી નવા કઠોર પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યા છે. રાત્રે 11 થી સવારે 5 વાત્યા સુધી નાઈટ કરફ્યુ લાગૂ કરવામાં આવ્યુ છે. સવારે 5 થી રાત્રે 11 વાગ્યા સુધી ધારા 144 લાગૂ છે. એટલે દિવસમાં એક સાથે એક સ્થાન પર પાંચ કે તેનાથી વધુ લોકો ભેગા થઈ શકતા નથી.
નવી માર્ગદર્શિકા અને કોરોના સંબંધિત કડક નિયંત્રણો હેઠળ શાળાઓ અને કોલેજો આજથી 15 ફેબ્રુઆરી સુધી બંધ રાખવામાં આવી છે. શાળાની કચેરીઓ ખુલ્લી રાખવાની છૂટ છે. કામ વગર ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. મેદાનો, બગીચાઓ, પ્રવાસન સ્થળો, સ્વિમિંગ પુલ, સ્પા, વેલનેસ સેન્ટરને આગામી આદેશ સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. કિલ્લાઓ, સંગ્રહાલયો, મનોરંજન ઉદ્યાનો પણ આગામી આદેશ સુધી બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે શનિવારે રાત્રે જિમ અને બ્યુટી પાર્લર સંપૂર્ણપણે બંધ રાખવા માટે ગાઈડલાઈન જારી કરવામાં આવી હતી. બાદમાં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો અને રવિવારે બપોરે જારી કરાયેલ સુધારેલી માર્ગદર્શિકા અનુસાર, જીમ અને બ્યુટી પાર્લરને 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આજથી મહારાષ્ટ્રમાં આ નવા પ્રતિબંધો
- બગીચાઓ, મેદાનો, પ્રવાસન સ્થળો, સ્વિમિંગ પુલ, સ્પા, જીમ, વેલનેસ સેન્ટરને આગામી આદેશ સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે.