Presidential polls 2022: રાષ્ટ્રપતિ ચૂંટણીની તારીખ નિકટ આવી રહી છે. હાલ સૌથી વધુ જે બે ઉમેદવારોના નામ ચર્ચામાં છે તેમા એનડીએની ઉમેદવાર દ્રોપદી મુર્મુ અને વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા છે. પણ શુ તમે જાણો છો ફક્ત આ બે લોકો વચ્ચે જ ચૂંટણી થઈ રહી નથી, પરંતુ રાષ્ટ્રપતિ પદ માટે અત્યાર સુધી કુલ 56 ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી ચુક્યા છે.
ન્યુઝ એજંસી ANI મુજબ દ્રોપદી મુર્મુ, યશવંત સિન્હા ઉપરાંત લિમકા બુક ઓફ રેકોર્ડમા નામ નોંધાવી ચુકેલા પદ્મરાજન પણ ચૂંટણીમાં છે. તેમનો ચૂંટણી હારવામાં રેકોર્ડ છે. તેઓ અત્યાર સુધી 231 વાર ચૂંટણી લડી ચુક્યા છે પણ ક્યારેય જીત્યા નથી.
રાષ્ટ્રપતિ ચૂંટણી ક્યારે થશે ?
ઉલ્લેખનીય છે કે 18 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થવાની છે. બીજી બાજુ 21 જુલાઈના રોજ વોટોની ગણતરી થશે. નામાંકન દાખલ કરવા માટે 29 જૂન સુધીનો સમય વધુ છે. આવામાં વધુ ઉમેદવાર પણ મેદાનમાં આવી શકે છે. અગાઉના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં (2017)માં 106 ઉમેદવાર હતા.