Presidential Election 2022: ચૂંટણી પંચે ગુરૂવારે રાષ્ટ્રપતિ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. દેશના સાંસદ અને વિઘાયક નવા રાષ્ટ્રપતિ પસંદ કરવા માટે 19 જુલાઈના રોજ મતદાન કરશે જ્યારે કે વોટોની ગણતરી 21 જુલાઈના રોજ થશે. 21 જુલાઈએ આ ચૂંટણીનું પરિણામ પણ આવશે અને દેશના નવા રાષ્ટ્રપતિનું નામ પણ જાહેર થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. બંધારણની કલમ 62 મુજબ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા થવી જોઈએ. 2017માં, ભારતના રાષ્ટ્રપતિ માટે 17 જુલાઈના રોજ ચૂંટણી યોજાઈ હતી અને પરિણામ 20 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.