ઈશાએ એક હોટલ વ્યવસાયી રોહિત વિગ પર કથિત રૂપે ખોટો વ્યવ્હાર કરવાનો આરોપ લગાવ્યો છે. ઈશાએ કહ્યુ કે રોહિત દ્વારા તેને જોયા કરવુ એ દુષ્કર્મ કરવા જેવો અનુભવ હતો. ટ્વીટ કરતા ઈશાએ લખ્યુ, "જો દેશમાં મારા જેવી એક મહિલા જ અનસેફ અનુભવ કરે છે તો બાકી છોકરીઓ શુ અનુભવ કરતી હશે. અહી સુધી કે મારી સાથે તો બે સિક્યોરિટી ગાર્ડ હતા પણ મને એવુ મહેસુસ કર્યુ જેવુ કે મારી સાથે રેપ થયો હોય. રોહિત વિગ તુ એક સુઅર છે. તે આ ગંદકીનો જ હકદાર છે.
ઈશાએ એક વ્યક્તિનો વીડિયો શેયર કરતા લખ્યુ, 'મારી અગાઉની પોસ્ટ વિશે.. આ માણસ બિલકુલ આંખો વડે મારો રેપ કરી રહ્યો હતો. થેંક્સ ગોડ કે મારી સિક્યોરિટી આ સ્થિતિમાં આટલી શાંત અન સજગ હતી. શુ કોઈ આ વ્યક્તિને ઓળખે છે. આ વ્યક્તિને 3 વાર તેની વર્તણૂંક સુધારવાનુ કહેવામાં આવ્યુ. ત્યારપછી મારી સાથે બે ગાર્ડ રહ્યા. સિક્યોરિટી કૈમરા દ્વારા તેને કંફર્મ કરી શકાય છે. કોણ છે આ ભવિષ્યનો બળાત્કારી.' ઈશાએ સોશિયલ મીડિયા પર જણાવ્યુ કે તેની સાથે દુર્વ્યવ્હાર કરનારો આ વ્યક્તિ ગોવામાં એક હોટલનો માલિક છે.