. બાહુબલી પ્રભાસ ટૂંક સમયમાં જ બોલીવુડમાં એંટ્રી કરવાનો છે. ફિલ્મ સાહો તેની પ્રથમ હિન્દી ફિલ્મ છે. જેમા તેમની સાથે શ્રદ્ધા કપૂર પણ લીડ રોલમાં જોવા મળશે.  અત્યાર સુધી આ ફિલ્મમાં અનેક મોટ પોસ્ટર રજુ થઈ ચુક્યા છે. તો બીજી બાજુ થોડા સમય પહેલા ફિલ્મનુ ટીઝર પણ રજુ કરવામાં આવી ચુક્યુ છે.  જે લોકોને ખૂબ ગમ્યુ હતુ.  હાલ હવે મેકર્સ ફિલ્મનુ પ્રથમ સૉન્ગ સાઈકો સઈયા નું ટીઝર રજુ કર્યુ છે જેમા પ્રભાસ અને શ્રદ્ધાના ડાંસ મુવ્સ જોવા મળી રહ્યા છે. 
	 
	સાહોમાં પ્રભાસ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મ આ વષે 15 ઓગસ્ટના રોજ રજુ થશે . જે સુજીત કુમાર ડાયરેક્ટ કર્યો છે.  આ ફિલ્મમાં શ્રદ્ધા ઉપરાંત નીલ નિતિન મુકેશ, જૈકી શ્રોફ, મંદિરા બેદી, એવલિન શર્મા, ચંકી પાંડે અને મહેશ માંજરેકાર જેવા કલાકાર પણ જોવા મળશે.  ફિલ્મ હિન્દી ઉપરાંત  તમિલ અને તેલુગુ ભાષામાં રજુ થશે.