Stretch Marks : સ્ટ્રેચ માર્ક્સ હટાવવા માટે આ રીતે કરવુ મધનો ઉપયોગ

સોમવાર, 21 માર્ચ 2022 (12:51 IST)
સ્ટ્રેચ માર્ક્સ હટાવવા માટે ઘરેલૂ ઉપાય 
પ્રેગ્નેંસી પછી વધારેપણુ મહિલાઓને સ્ટ્રેચ માર્ક્સ (Stretch Marks) ની સમસ્યા થઈ જાય છે. ઘણી વાર વજન વધવા કે ઘટવાના કારણે પણ આ સમસ્યાનો સામનો કરવુ પડે છે. સ્ટ્રેચ માર્ક્સ થવુ એક સામાન્ય વાત છે. પણ તેને હટાવવુ ખૂબ મુશ્કેલ થઈ શકે છે. તેને હટાવવા માટે ઘરેલૂ ઉપાય પણ અજમાવી શકો છો. આ નિશાનને હટાવવા 
 
માટે તમે મધનો ઉપયોગ પણ કરી શકો છો. આ ત્વચાને માઈશ્ચરાઈજર કરે છે. આ સ્ટ્રેચ માર્ક્સની સમસ્યાથી છુટકારો અપાવવામાં મદદ કરી શકે છે. સ્ટ્રેચ માર્ક્સને હટાવવા માટે તમે ઘણા રીતે તેનો ઉપયોગ કરી શકો છો. 
 
મધ અને ગુલાબ જળ 
એક ચમચી મધ લો તેમાં એક ચમચી ગુલાબ જળ મિક્સ કરો આ બન્નેને એક સાથે મિક્સ કરો. તેને પ્રભાવિત જગ્યા પર લગાવો. થોડી વાર માટે તેનાથી મસાજ કરવી અને ત્વચા પર લગાવી રહેવા દો. ત્યારબાદ તેને ભીના ટૉવેલથી લૂંછી લો તમે રોજ નિયમિત તેનો ઉપયોગ કરી શકો છો. 
 
મધ અને લીંબૂનો રસ 
અડધો તાજો લીંબૂના રસમાં થોડા ટીંપા મિક્સ કરો. તેને એક સાથે મિક્સ કરો. આ મિશ્રણને ત્વચા પર અસરકારક જગ્યા પર લગાવો. તેમાં થોડી વાર માટે મસાજ કરવી અને લગાવી  રહેવા દો. જેથી ત્વચા પોષક તત્વોને શોષીત કરી શકે. ત્યારબાદ ભીના ટૉવેલથી લૂંછી લો. તમે દરરોજ તેનો ઉપયોગ કરી શકો છો. 
 
એરંડાનો તેલ અને મધ 
એક ચમચી એરંડાનો તેલ લો. તેમાં થોડું મધ મિકસ કરો તેને એક સાથે મિક્સ કરો. તેને ત્વચા પર લગાવો. તેનાથી મસાજ કરવી. તેને 10- 15 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ ભીના કપડાથી લૂંછી લો તમે અઠવાડિયામાં 3-4 વાર તેનો ઉપયોગ કરી શકો છો. 
 
મધ, બદામનો તેલ અને એલોવેરા 
બે ચમચી એલોવેરા જેલમાં એક ચમચી મધ અને એક ચમચી બદામનો તેલ મિક્સ કરો. તેની સાથે મિક્સ કરો. તેમા થોડા મિનિટ માટે મસાક કરવી અને ત્વચા પર રહેવા દો જેથી ત્વચા પોષક તત્વોને શોષીત કરી શકે.. ત્યારબાદ સામાન્ય પાણીથી ધોઈ લો. તમે દરરોજ તેનો ઉપયોગ કરી શકો છો. 
 
મધ એવોકેડો અને જેતૂનનો તેલ 
એક પાકેલું એવોકેડો લો. તેને અડધુ કાપી લો. કાંટાની મદદથી તેને મેશ કરી લો. ત્યારબાદ તેનો પેસ્ટ બનાવી લો. મેશ કરેલ એવોકેડોમાં એક મોટી ચમચી જેતોનનો તેલ અને મધ મિક્સ કરો. બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લો. તેને ત્વચા પર લગાવો અને મસાજ કરવી. તેને 10-15 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ સાદા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં તમે 3-4 વાર તેનો ઉપયોગ કરી શકો છો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર