આવતીકાલે હાર્દિક પટેલની જેલમાંથી મુક્તિ, જાણો ગુજરાત છોડતા પહેલા હાર્દિકનો તા.15-16નો કાર્યક્રમ

ગુરુવાર, 14 જુલાઈ 2016 (17:36 IST)
હાર્દિક પટેલ કાલે તા.15 ને શુક્રવારે સુરતની લાજપોર જેલમાંથી મુકત થશે. ત્‍યારે ‘પાસ' અને પાટીદાર સમાજમાં  ઉત્‍સાહ છવાયો છે. 15મી જુલાઈના રોજ સવારે 9 વાગે પાટીદારો વિવિધ વિસ્તારોમાંથી જેલ ઉપર પહોંચી જશે. હાર્દિકનો મેગા અને ભવ્ય રોડ શો ત્યાંથી શરુ થશે. હાર્દિક ઓપન જીપ્સીમાં રહેશે અને હજારોની સંખ્યામાં લોકો હાજર રહેશે.
 
  આ અંગે પાસના સૌરાષ્‍ટ્રના કન્‍વીનર લલીતભાઇ વસોયાએ જણાવ્‍યું કે કાલે સવારે 11 વાગ્‍યે હાર્દિક જેલમુકત થતા તેને તેડવા માટે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છ ઉતર-દક્ષિણ ગુજરાતમાંથી અનેક લોકો સુરત પહોંચશે.  હાર્દિક પટેલનું ભવ્‍ય સ્‍વાગત થયા બાદ કાલે સાંજે પાસના કન્‍વીનરોની હાર્દિક પટેલ સાથે મીટીંગ યોજાશે 
 
  હાર્દિક પટેલ તા. 15ના સવારે 10 કલાકે લાજપોર જેલ ઉપર ગુજરાતના પાટીદારો તથા દરેક સમાજના લોકો દ્વારા તથા 11 માતા સ્‍વરૂપ દરેક સમાજની દિકરીઓ દ્વારા સ્‍વાગત કરવામાં આવશે. ત્‍યારબાદ ત્‍યાંથી દરેક સમાજના લોકો સાથે ભેસ્‍તાન મુકામે સરદાર પટેલની પ્રતિમા ફુલહાર કરી રીંગ રોડ થઇને લાલ દરવાજા ખોડીયાર માતાના મંદિર તથા સ્‍ટેશન રોડ ઉમિયા ધામ દર્શન કરી મીની બજાર ખાતે સરદાર પ્રતિમાને ફુલહાર કરી ત્‍યાં હિરાબાગ કાપોદ્રા થઇને મોટા વરાછા સુદામા ચોક થઇને લજામણી ચાર રસ્‍તાથી સરથાણાની જકાતનાકા થઇને સિમાડા ગામથી યોગી ચોક પછી પાણી ટાંકીથી નહેર રોડ અને ત્‍યાંથી પરવાનગી મળે તો લક્ષ્મીનારાયણ ફાર્મમાં જાહેર સભા રાતેકરવામાં આવશે. ત્‍યાંથી કાર્યક્રમ પૂરા થયે રાતે ભરૂચ, બરોડા, નડીયાદ થઇને અમદાવાદમાં વષાાલ વિસ્‍તારમાં રાત્રી રોકાણ કરવામાં આવશે.
 
  તા. 16ના સવારે 6  વાગ્‍યે વિરમગામ જવા રવાના જયારે સાથે સંખ્‍યબંધ વાહનો તથા પાટીદારો 7 વાગ્‍યે વિરમગામ પહોચી જયાં લાંબા સમય પછી ઘરે તેનું ઉસ્‍માનભર્યું સ્‍વાગત કરવામાં આવશે. ત્‍યારબાદ 10 કલાકે અમદાવાદ સેસન્‍સ કોર્ટ હાજરી આપવા રવાના થશે. પછી બપોરે 2:30 અમદાવાદથી સાળંગપુર દર્શન કરવા રવાના બપોરે 1.30 કલાકે દર્શન અને આર્શિવાદ લીધા બાદ બોટાદ શહેરનાં રોડ શો કરશે. તા. 17 ના સવારે વિરમગામથી સવારે 7.30 કલાકે ચાણસ્‍માથી - પાટણ થી વાયા સિધ્‍ધપુર થઇને પાલનપુર થી ઇડર થી વડગામ થઇને હિંમતનગરમાં પાટીદારો દ્વારા અભિવાદન સ્‍વીકારીને ગુજરાતની બોર્ડર છોડવામાં આવશે. ત્‍યાંથી આગળાના છ મહિનાના કાર્યક્રમો હાર્દિક દ્વારા રજૂ કરવામાં આવશે. 
 

વેબદુનિયા પર વાંચો