શું તમે જાણો છો, કોરોનાની ટ્રાયલ વેક્સીન લેનારને મળે છે 750 રૂપિયા, 300થી વધુ લોકોએ લીધી રસી

ગુરુવાર, 10 ડિસેમ્બર 2020 (17:02 IST)
અમદાવાદ સ્થિત સોલા સિવિલ હોસ્પિટલમાં ભારત બાયોટેક કંપની દ્વારા નિર્મિત કોરોના વેક્સીનના ટ્રાયલનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. ગત 15 દિવસમાં 300થી વધુ લોકોએ આ વેક્સીનની ટ્રાયલનો ડોઝ આપી દીધો છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે અત્યાર સુધી કોઇને પણ વેક્સીનની સાઇડ ઇફેક્ટ થઇ નથી. 
 
ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી ક્વોકોસિન વેક્સીનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થઇ ગયું  છે. જેમાં અમદાવાદની પ્રજા હોંશે હોંશે ભાગ લઇ રહી છે. દરરોજ 50 થી 70 ફોન કોલ્સ વેક્સીનની જાણકારી માટે આવી રહ્યા છે. ઘણીવાર તો આખો પરિવાર જ વેક્સીનના ટ્રાયલ ડોઝ લેવા માટે હોસ્પિટલ પહોંચી ગયો હોવાની ઘટના બની છે. 
 
સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી 60થી વધુ ઉંમરના 5 લોકોને વેક્સીનને ડોઝ આપવામાં આવ્યા છે. પરંતુ અત્યાર સુધી તેના પર કોઇપણ સાઇડ ઇફ્કેટ જોવા મળી નથી. રસી લેનાર લોકોને ટ્રાયલની પ્રોસેસ સમજાવવામાં આવે છે, એટલું જ નહી વેક્સીનથી થનાર સાઇડ ઇફેક્ટ વિશે પણ સમજાવવામાં આવે છે. ઘણીવાર ખૂબ જોશમાં વેક્સીન લેવા માટે આવનાર લોકો વેક્સીનની સાઇડ ઇફેક્ટ વિશે જાણીને તમારો નિર્ણય બદલી શકો છો.
 
અત્યાર સુધી ઘણા લોકો વેક્સીનના ટ્રાયલ ડોઝ લેવા માટે ઉત્સાહ બતાવી રહ્યા છે. જેના માટે તેમણે 750 રૂપિયાનું વળતર પણ આપવામાં આવે છે. તંત્ર દ્વારા ટ્રાયલ દ્વારા વેક્સીન લેવાના સમયમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે, જેથી લોકો પોતાની અનુકૂળતા અનુસાર વેક્સીન લઇ શકે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર