ભારતનુ તાપમાન વધી રહ્યુ છે ખેતરમાં લાગી આગ, NASA એ શેયર કરી આ તસ્વીર

સોમવાર, 30 એપ્રિલ 2018 (16:47 IST)
અમેરિકી અંતરિક્ષ એજંસી નેશનલ એયરોનૉટિક્સ એંડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ની અંતિમ 10 દિવસની તસ્વીરથી જાણ થાય છે કે ભારતના મોટા ભાગમાં આગ લાગી ગઈ છે. આ આગ ઉત્તર પ્રદેશ(યૂપી) મધ્ય પ્રદેશ(એમપી), મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને અહી સુધી કે કેટલાક દક્ષિણી રાજ્યોમાં ફેલાય ગઈ છે.   ગરમીની ઋતુમાં આ આગ તાપમાનને વધુ વધારી રહી છે અને બ્લેક કાર્બન પ્રદૂષણનુ કારણ બની રહી છે. બ્લેક કાર્બન કાળા મેલનો એક ભાગ છે અને ગ્લોબલ વોર્મિંગનુ એક મોટુ કારણ છે. 
 
તેમાથી કેટલાક બિંદુ જંગલની આગના હોઈ શકે છે. પણ નાસા ગોડાર્ડ સ્પેસ ફ્લાઈટ સેંટરની શોધ વૈજ્ઞાનિક હિરેન જેઠવાનુ કહેવુ છે કે મધ્ય ભારતમાં આગ મોટાભાગે પાકની આગ હોઈ શકે છે.  કારણ કે જંગલની આગ સામાન્ય રીતે અનિયંત્રિત હોય છે અને તેથી અધિક ધુમાડો અને ધુમ્મસ ઉભુ કરે છે. 
 
કૃષિ વૈજ્ઞાનિક તાજેતરના વર્ષોમાં પાકમાં આગ લાગવાની ઘટનાઓમાં આવેલ ભારે વૃદ્ધિને પાકની 
કાપણીના માટે ઉપયોગમાં કરવામાં આવનારા કંબાઈન હાર્વેસ્ટરને કારણ માની રહ્યા છે. પાકની કાપણી માટે મોટાભાગે ખેડૂત કંબાઈન હાર્વેસ્ટર પર નિર્ભર કરે છે. કાપણીના આ રીતથી ખેતરમાં એક નાનકડુ ઠૂંઠુ બચ્યુ રહે છે. પાકના ઠૂંઠાને સળગાવવાની ટેવ ફક્ત હરિયાણા અને પંજાબના ઉત્તરી રાજ્ય સુધી જ સીમિત નથી.  જ્યા સમસ્યા ખૂબ વધુ છે.  
 
આ કારણથી લાગે છે આગ... 
 
ભારતમાં ખેતીના રીતમાં આવ્યો ફેરફાર 
 
ધાનના ઠૂંઠા ચારાના રૂપમાં ઉપયોગમાં નથી લાવવામાં આવતા.  તેથી તેને સળગાવવાની પ્રથા ખેડૂતોમાં સામાન્ય રહી છે. પણ ઘઉંના ઠૂંઠાને સળગાવવાની ઘટનાઓ વધી છે.  જે તુલનાત્મક રીતે નવી પ્રવૃત્તિ છે. નાસાના માનચિત્રોમાં દેખાય રહ્યુ છે કે પાકમાં લાગેલી આગવાળા રાજ્યમાં મુખ્ય રૂપે ચોખા-ઘઉંના પાકની પેદાશ થાય છે. અહી ખેડૂતો માટે કાપણીના બે વિકલ્પ છે - હાથથી કે કંબાઈન હારવેસ્ટરથી. પણ ખેતીના મજૂરની કમીને કારણે કાપણી માટે હાર્વેસ્ટરનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે. કારણ કે આ કાપણીની ઝડપી અને સસ્તી રીત છે. જ્યારબાદ માટીને ધાન માટે તૈયાર કરવામાં આવે છે. 
 
દેશના કાળા કાર્બન ઉત્સર્જનનુ લગભગ 14 ટકા ભાગ એકમાત્ર પાકના ઠૂંઠા સળગાવવથી પેદા થાય છે. એમપીમાં સૌથી વધુ પાકમાં આગની ઘટનાઓ જોવા મળી છે. આ વર્ષે લગભગ 10 ખેડૂતોને સિહોરમાં ધરપકડ કરાયા છે. કારણ કે ઘઉંના પાકના ઠૂંઠા સળગાવવા માટે લગાવેલ આગ આસપાસના ખેતરોમાં ફેલાય ગઈ હતી. 
 
 
એવા કોઈ સત્તાવાર આંકડા નથી જે એ બતાવે કે કંબાઈન હારવેસ્ટરના ઉપયોગમાં વૃદ્ધિ અને પાકની આગનો પરસ્પર કોઈ સંબંધ છે.  પણ આર્થિક સર્વેક્ષણ 2018 આ તથ્ય પર પ્રકાશ નાખે છે કે ખેતીમાં મશીનીકરણમાં ખૂબ વૃદ્ધિ થઈ છે. વર્ષ 1960-61માં લગભગ 93 ટકા ખેતીમાં પશુઓનો ઉપયોગ થતો હતો. જે હવે ઘટીને ફક્ત 10 ટકા થઈ ગયો છે. ખેતીમાં મૈકેનિકલ અને ઈલેક્ટ્રિકલ સ્ત્રોતોનો ઉપયોગ 7 ટકાથી વધીને 90 ટકા થઈ ગયો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર