- શું અત્યાર સુધી કોઈ દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કર્યું છે?
અત્યાર સુધી માત્ર અમેરિકા, ચીન અને રશિયાએ જ ચંદ્ર પર સફળ લેન્ડિંગ કર્યું છે. જો ચંદ્રયાન-3 આજે ચંદ્ર પર ઉતરશે તો ભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બની જશે. જોકે, આમાંથી કોઈ પણ દેશે અત્યાર સુધી દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું નથી. આ વિસ્તાર ખૂબ જ ઠંડો છે અને રાત્રે અહીંનું તાપમાન ઘણું ઘટી જાય છે.
મિશન પાછળ કોણ કામ કરી રહ્યું છે?
ભારતના મહત્વાકાંક્ષી મિશન મૂનના માસ્ટરમાઈન્ડ અને ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ ઉપરાંત પી વીરમુથુવેલ, એસ ઉન્નીકૃષ્ણન નાયર, એસ શંકરન અને એસ રાજરાજન સહિતના અન્ય અધિકારીઓ આ મિશનનો ભાગ છે.