Moon Economy : ચંદ્રના સાઉથ પોલ પર પહોંચતા જ ભારતના હાથમા કેવી રીતે આવશે ખજાનો, જાણો

બુધવાર, 23 ઑગસ્ટ 2023 (14:06 IST)
Moon Economy થોડાક જ કલાકો પછી ચંદ્રયાન 3  (Chandrayaan-3) ચંદ્ર પર સોફ્ટ લૈડિંગ કરવા જઈ રહ્યુ છે. આશા કરીએ કે આ સોફ્ટ લૈંડિંગ સંપૂર્ણ રીતે સફળ થશે. ભારતના સ્પેસ મિશન માટે આ એક મહત્વપૂર્ણ ઉપલભ્દિ રહેશે અને એક એવા દેશ માટે આ ખૂબ મોટી વાત છે, જેની સ્પેસ એજંસી  (Isro) ખૂબ લિમિટેડ બજેટ સાથે કામ કરે છે. ચંદ્રયાન 3 ના ચંદ્ર પર લેન્ડ થતા જ ભારત આવુ કરઅનરો અમેરિકા, ચીન અને રૂસ પછી ચોથો દેશ બની જશે.  સાથે જ ભારત સાઉથ પોલ પર સોફ્ટ લૈંડિંગ કરનારો દુનિયાનો પહેલો દેશ બની જશે.  પણ વાત અહી પુરી થઈ નથી. વૈજ્ઞાનિક પ્રયોગો ઉપરાંત ચંદ્રયાન 3 ભારત માટે મૂન ઈકોનોમી  (Moon Economy)મા અરબો ડોલર લઈને આવશે. 
 
ભારત રચવા જઈ રહ્યો છે ઈતિહાસ 
રૂસ, અમેરિકા, જાપાન અને સાઉથ કરોયા દેશમાં ચંદ્ર પર પહોંચવા અને ત્યા બેસ બનાવવાની હોડ મચી છે. સૌની નજર ચંદ્રના સાઉથ પોલ પર છે. આ રેસમાં રોસો પાછળ છૂટી ગયુ છે. રૂસનુ લૂના 25 મિશન ફેલ થયા પછી હવે ભારત ઈતિહાસ રચવા જઈ રહ્યુ છે. આજે સાંજે 6 વાગીને 4 મિનિટ પર 25 કિલોમીટરની ઊંચાઈથી લૈંડર વિક્રમની સોફ્ટ લૈંડિગ કરાવવામાં આવશે. ચંદ્ર પર જવાની રેસ પાછળ મૂન ઈકોનોમિક્સ છે. 
 
કેમ ખાસ રહેશે ચંદ્રયાન 3 નુ  રિસર્ચ ?
લુના-25 અને ચંદ્રયાન પહેલા લોન્ચ થયેલા તમામ વાહનોએ ચંદ્રના વિષુવવૃત્ત પર ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. કારણ કે ત્યાં પહોંચવું સરળ છે. તે જ સમયે, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવું ખૂબ મુશ્કેલ છે. 2 અબજ વર્ષોથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરના ખાડા સુધી સૂર્યપ્રકાશ પહોંચ્યો નથી. અહીં તાપમાન -230 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું હોઈ શકે છે. ખૂબ જ ઓછા તાપમાનને કારણે અહીંની જમીનમાં જમા થયેલી વસ્તુઓ લાખો વર્ષોથી એવી જ છે. અહીંની માટીની તપાસ કરતાં ઘણી નવી બાબતો સામે આવશે. એવું માનવામાં આવે છે કે અહીં બરફના રૂપમાં પાણી હોઈ શકે છે. ચંદ્રયાન-3ના સંશોધનથી સૌર પરિવારનો જન્મ, ચંદ્રના રહસ્યો અને પૃથ્વીના જન્મ જેવી ઘણી બાબતોનો ખુલાસો થઈ શકે છે. 25 સપ્ટેમ્બર, 2009ના રોજ, ભારતના ઈસરોએ ચંદ્ર પર પાણીની હાજરીની જાહેરાત કરી હતી. જો ચંદ્ર પર પાણી હોય તો ત્યાં પણ આધાર બનાવી શકાય છે. ત્યાં માણસોને વસાવવાનું આયોજન પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં ચંદ્રયાન-3 દ્વારા કરવામાં આવેલી શોધ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
 
આ રીતે ચંદ્રયાન-3ના રિસર્ચથી થશે અબજો ડોલરની કમાણી 
ભારતે જે હેવી લિફ્ટ લોન્ચ વ્હીકલથી ચંદ્રયાન-3 લોન્ચ કર્યું છે તેનું નામ LVM3-M4 છે. થોડા સમય પહેલા એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિને ઈસરોના LVM3 રોકેટનો ઉપયોગ કરવામાં રસ દાખવ્યો હતો. કંપની ઈસરોના રોકેટનો ઉપયોગ કોમર્શિયલ અને સ્પેસ ટુરિઝમ માટે કરવા માંગે છે. એલોન મસ્કની સ્પેસ એક્સ જેવી ઘણી કંપનીઓ ચંદ્ર પર પરિવહન સેવા પ્રદાન કરવા માંગે છે. તેઓ તેને એક મોટો બિઝનેસ માની રહ્યા છે. સરકારો ઉપરાંત iSpace અને Astrobotic જેવી ખાનગી કંપનીઓ ચંદ્ર પર કાર્ગો લઈ જવાની તૈયારી કરી રહી છે. ભારતના ચંદ્રયાન-3 દ્વારા કરવામાં આવેલી શોધ આ ચંદ્ર અર્થતંત્ર માટે મોટા દરવાજા ખોલશે. કારણ કે માહિતી આપણી પાસે હશે તો બિઝનેસ  પણ આપણી પાસે આવશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર