આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર દર વર્ષે 8 માર્ચને દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓને સન્માન આપવાના ઉદ્દેશ્યથી સેલિબ્રેટ કરવામાં આવે છે. સાથે જ તેનાથી મહિલા સશક્તિકરણનો સંદેશ પણ આખી દુનિયા સુધી પહોંચી જાય છે. આ ઉપરાંત આ દિવસને સેલિબ્રેટ કરવાનો એક ઉદ્દેશ્ય જેંડર ગૈપને દૂર કરવાનો પણ છે. દુનિયાભરમાં લોકો તેને જુદા જુદા અંદાજમાં ઉજવે છે.
અમેરિકામાં સોશલિસ્ટ પાર્ટીના આહ્વાન પર પહેલીવાર 28 ફેબ્રુઆરી 1909માં આ દિવસને મહિલાઓના નામ પર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 19 માર્ચ 1911 ના રોજ પહેલીવાર ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટઝરલેંડમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો. 1913માં તેને બદલીને 8 માર્ચ કરી દેવામાં આવ્યો. ત્યારથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે આ જ દિવસે ઉજવાતો આવી રહ્યો છે.