કોરોના વાયરસ: છ રાજ્યોમાં મૃત્યુંદર સૌથી વધુ, ગુજરાત અને પંજાબ સૌથી ટોચ પર

ગુરુવાર, 9 એપ્રિલ 2020 (13:56 IST)
કોરોનાના પ્રકોપના લીધે 31 રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પહોંચી ગયો છે. છ રાજ્યોમાં કોરોનાનો મૃત્યુંદર સૌથી વધુ છે જેમાં ગુજરાત અને પંજાબ સૌથી આગળ છે. બુધવારે દેશમાં મૃત્યુંદર 2.89 ટકા જ્યારે ગુજરાત અને પંજાબમાં ક્રમશ: 7.88 અને 7.69 ટકા છે. જોકે રાહતના સમાચાર એ છે કે 31 માંથી 13 રાજ્યોમાં વાયરસથી અત્યાર સુધી એકપણ મોત થયું નથી. 
 
વિશેષજ્ઞોનું કહેવું છે કે કોઇપણ બિમારીમાં મૃત્યુંદર 3 ટકાથી વધુ હોવો ચિંતાનો વિષય છે. જોકે આ એક સંક્રમણ છે, આગળ વધુ પડકારોનો સામનો કરવો પડશે. કોરોનાથી મૃત્યુંદર ગત 24 કલાકમાં 2.6ટકથી વધીને 2.89 પર પહોંચી ગયો છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 60 દર્દીઓના મોત થયા છે પરંતુ જો દર્દીઓ અને મોતની તુલના કરીએ તો અહીં મૃત્યુંદર ગુજરાત અને પંજાબ કરતાં ઓછો છે. 
 
આઇસીએમઆરના વિશેષજ્ઞનું કહેવું છે કે સંક્રમણનો સામનો કરવા માટે એક-એક બિંદુ  પર કામ કરવું પડે છે. વધુ મૃત્યુંદરવાળા રાજ્યોમાં સર્વિલન્સ અને કોરોના સંક્રમણની સ્ક્રીનિંગ વગેરે પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જે હોસ્પિટલોમાં દર્દીઓ ભરતી છે ત્યાંના ડોક્ટરો સાથે એમ્સની ટીમો સતત સંપર્કમાં છે. 
 
દર્દી વધુ, મૃત્યુંદર ઓછો
મહારાષ્ટ્રને બાદ કરતાં જે રાજ્યોમાં કોરોનાના દર્દીઓ સૌથી વધુ મળી રહ્યા છે ત્યાં મૃત્યુંદર અન્ય રાજ્યોની તુલનામાં ઓછો મળી રહ્યો છે. 690 સંક્રમિત દર્દીઓ સાથે તમિલનાડુ દેશમાં બીજા ક્રમે છે પરંતુ અહીં મૃત્યુંદર 1.01 ટકા મળ્યો છે. તો બીજી તરફ દિલ્હીમાં અત્યાર સુધી 576 સંક્રમિત મળ્યા છે જેમાંથી 9 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાનો મૃત્યુંદર 1.56 ટકા છે.  
 
હાલ અન્ય રાજ્યોમાં જીવલેણ નથી કોરોના
રાહતના સમાચાર છે કે મણિપુર, મિઝોરમ, ગોવા, અંદમાન નિકોબાર, અસમ, ઝારખંડ, ત્રિપુરા, ઉત્તરાખંડ, અરૂણાચલ પ્રદેશ, પોડેંચેરી, લદ્દાખ અને છત્તીસગઢમાં હાલ કોરોના વાયરસ જીવલેણ થયો નથી. આ રાજ્યોમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત દર્દીઓ મળ્યા છે પરંતુ તેમની હાલત સ્થિર છે. 
 
મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે સમયસર લોકડાઉન થતાં ભારતમાં હજુ મજબૂત સ્થિતિમાં છે. દરરોજ દર્દીઓની સંખ્યા સિમિત સ્થળોએ વધી રહી છે. જ્યાં ફોકસ શરૂ કરી દેવામાં આવ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર