ગુરૂવારે સોનાની કિમંતોમાં ઉછાળો જોવા મળ્યો છે. દિવસનો વેપાર શરૂ થતા સોનુ 212 રૂપિયાના ઉછાળા સાથે 31774 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોચી ગયુ છે. ઓલ ઈંડિયા શરાફા એસોસિએશનના મુજબ બુલિયન માર્કેટમાં સોનાની કિમંતોમાં વધારો સ્થાનીક જ્વેલર્સની વધેલી માંગને કારણે જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો.