મ્યાનમારમાં 2010માં ચુંટણી

વાર્તા

રવિવાર, 10 ફેબ્રુઆરી 2008 (19:17 IST)
યાંગુન(વાર્તા) વર્ષ 2010 સુધીમાં મ્યાનમારમાં લોકતાંત્રીક ચુંટણી યોજવામાં આવશે તેવી ઘોષણા સૈનિક સાશને કરી હતી. જોકે, સૈનિક સાશન દરમિયાન પણ મ્યાનમારનો વિકાસ થયો છે અને એટલે જ બે વર્ષમાં ચુંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેવુ સુત્રોમાંથી જાણવા મળ્યુ હતુ.

સરકારી ટેલીવીઝનમાં જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યુ હતુ કે, હવે સમય આવી ગયો છે કે દેશમાં સૈનિકના બદલ લોકતાંત્રિક સાશન સ્થપાય. બીજી તરફ નકારોએ જણાવ્યુ હતુ કે, સૈન્ય સાશનના આ નિવેદન પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. આ નિવેદન આંતરરાષ્ટ્રીય દબાવના કારણે કરવામાં આવ્યુ છે. નેશનલ લીગ ફ્રા ડેમોક્રેસીએ જણાવ્યુ હતુ કે, જનમત સંગ્રહના પરિણામ પહેલા ચુંટણીની વાત કેવી રીતે કરી શકાય? દેશમાં 20 વર્ષોથી સૈન્ય સાશન લાગુ છે તેવા સમયે સાશકોના નિવેદન પર ભરોસો કેટલો રખવો તે સમજાતુ નથી.

વેબદુનિયા પર વાંચો