મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો, વીમા પ્રીમિયમમાં 20% વધારો થવાની સંભાવના

શનિવાર, 6 જાન્યુઆરી 2024 (22:50 IST)
- લાલ સાગરના સંકટથી દરિયાઈ વેપાર પર ઊંડી અસર
- માલસામાનના પરિવહનમાં લાગતો સમય 20 દિવસ જેટલો મોડી થવાની ધારણા
હુથી આતંકવાદીઓના હુમલાઓને કારણે બગડી સ્થિતિ

Red Sea Crisis  - લાલ સાગરમાં વધતા સંકટને કારણે દેશમાં મોંઘવારી સાથે વીમા પ્રિમિયમમાં પણ 20%નો વધારો થઈ શકે છે. લાલ સાગરના સંકટથી દરિયાઈ વેપાર પર ઊંડી અસર થવાની ધારણા છે, જેના કારણે વૈકલ્પિક માર્ગો દ્વારા માલસામાનના પરિવહનની કિંમતમાં 60% અને વીમા પ્રિમીયમમાં 20% વધારો થઈ શકે છે. એક રિપોર્ટમાં આ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કટોકટી વધુ ઘેરી બનશે તો ફુગાવો ફરી એક વખત અનિયંત્રિત થઈ શકે છે કારણ કે આયાતી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની સંભાવના છે..
 
રીસર્ચમાં શું છે?
ઈકોનોમિક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ GTRIએ શનિવારે એક રિપોર્ટમાં કહ્યું કે લાલ સાગરમાં સંકટ વધુ ગહન થવાને કારણે માલસામાનના પરિવહનમાં લાગતો સમય 20 દિવસ જેટલો મોડી થવાની ધારણા છે અને ખર્ચમાં 40-60 ટકાનો વધારો થશે. આ કારણે વીમા પ્રીમિયમમાં 15-20 ટકાનો વધારો થવાની સંભાવના છે.
 
લાલ સાગરમાં સંકટ કેમ વધી રહ્યું છે?
લાલ સાગર અને ભૂમધ્ય સમુદ્રને હિંદ મહાસાગર સાથે જોડતો મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ બાબ-અલ-મંડેબ સ્ટ્રેટની આસપાસની સ્થિતિ યમન સ્થિત હુથી આતંકવાદીઓના હુમલાઓને કારણે બગડી ગઈ છે. આ હુમલાઓને કારણે જહાજો કેપ ઓફ ગુડ હોપ દ્વારા તેમના માર્ગને ડાયવર્ટ કરી રહ્યાં છે. આના કારણે લગભગ 20 દિવસનો વિલંબ થઈ રહ્યો છે અને નૂર અને વીમા ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે.
 
આ વિસ્તારો પર સૌથી વધુ અસર
 
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (જીટીઆરઆઈ) એ રિપોર્ટમાં જણાવ્યું છે કે હુતી હુમલાને કારણે લાલ સાગરના વેપાર માર્ગમાં અવરોધને કારણે ભારતીય વેપાર પર ખાસ કરીને પશ્ચિમ એશિયા, આફ્રિકા અને યુરોપ સાથે નોંધપાત્ર અસર પડી છે. તદનુસાર, ભારત કાચા તેલ અને એલએનજીની આયાત અને મુખ્ય પ્રદેશો સાથેના વેપાર માટે બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ પર વધુ નિર્ભર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર