ગુજરાતમાં અહીં કાલે મળશે આ બધું ફ્રી

રવિવાર, 21 જાન્યુઆરી 2024 (15:27 IST)
Navsari- નવસારીમાં વડાપાઉં વેચતા બન્ને ભાઈઓએ અનોખી જાહેરાત કરી છે. રામલલાની જ્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા થશે, ત્યાં સુધી તેમના દ્વારા મફત વડાપાઉં આપવામાં આવશે. મહત્વનું છે કે, યોગેશ્વર વડાપાવ નવસારીમાં પ્રખ્યાત જમણના લિસ્ટમાં આવે છે. 
 
ભગવાન રામ 500 વર્ષ બાદ ફરી મંદિરમાં  બિરાજમાન થવા જઈ રહ્યા છે. આ અદભુત ક્ષણમાં સમગ્ર દેશ રામની ભક્તિમાં લીન થયો છે. દરેક લોકો યથાશક્તિ દાનધર્મ સાથે ઉજવણી કરી રહ્યા છે તેવામાં નવસારી શહેરમાં આવેલા જાણીતા યોગેશ્વર વડાપાઉં ફાસ્ટ ફૂડ સંચાલક દ્વારા પણ 5100 વડાપાઉં અને 200 કિલો ખમણ પ્રસાદ તરીકે ફ્રીમાં વેહેંચવાનો સંકલ્પ કર્યો છે.
 
 નવસારી શહેરના લોકો માટે 5,000 થી વધુ વડાપાવ બનાવવામાં આવશે. ત્યારે આવી અનોખી રામ ભક્તિને લઈને લોકો પણ આ દિવસને લઈને રાહ જોઈ રહ્યા છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર