કચ્છના નલિયામાં ઠંડીનો પારો 8.4 ડિગ્રી પર પહોંચ્યો,,, રાજકોટમાં 10.6 તો ડીસામાં 11.1 ડિગ્રી નોંધાયું તાપમાન. તાપમાનનો પારો 1થી 2 ડિગ્રી ઘટતા ઠંડી વધી છે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. 8.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યો છે.પરંતુ આ બાદ વરસાદ આવશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહી છે.