ગુજરાતમાં ઠંડીનું જોર: નવસારી 8 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર,
ગુરુવાર, 25 જાન્યુઆરી 2024 (09:03 IST)
- નવસારી 8 ડિગ્રી રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું
- 8 કલાક પછી તાપમાનનો પારો ગગડવાની શક્યતા
Weather News- અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં તાપમાનમાં કંઈક અંશે ઘટાડો થવા પામ્યો છે.કેટલીક જગ્યાએ ઠંડીનો પારો ઉચકાયો હતો. હજુ પણ 48 કલાક પછી તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે.
અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 11.5 ડિગ્રી નોંધાયું હતું. શહેરોમાં નોંધાયેલા તાપમાન પર નજર કરીએ તો મહુવામાં 10.5, વડોદરામા 11, ડીસામાં 11.2 ડિગ્રી, અમદાવાદમાં 11.5 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
બુધવારે નવસારી 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.જેના પગલે નવસારી રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું