કાળા સોયાબીન - સાયંસ અને ફૂડ એંડ એગ્રીકલ્ચર અમેરિકાના જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ કાળા સોયાબીનનો ઉપયોગ કરવાથી જાડાપણું ઓછુ થાય છે. એલડીએલ કોલેસ્ટ્રોલ, સાથે જ ટાઈપ-2 ડાયાબિટીઝનુ જોખમ પણ ઓછુ થાય છે.
દહીં - સૌથી છેલ્લા અને સૌથી મહત્વપૂર્ણ ખાદ્ય પદાર્થ છે દહી, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં તમારી મદદ કરે છે. દહીંમા રહેલા પ્રોબાયોટિક્સ લૈક્ટોબેસિલિયસ એસિડોફિલિસ કોલેસ્ટ્રોલનુ સ્તર ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. બની શકે કે તમે આજે કોલેસ્ટ્રોલના વધતા સ્તરના જોખમ પર ન હોય, પરંતુ ખાદ્ય પદાર્થોની પ્રાથમિકતામાં પરિવર્તન કરી તમે ભવિષ્યમાં પણ થનારા સંકટોથી બચી શકો છો.
એલડીએલ કે ખરાબ કોલેસ્ટ્રોલ વસાનો એ થક્કો હોય છે જે નસોની દિવાલ પર ચોંટી જાય છે અને તેને સખત બનાવી દે છે. થક્કાને કારણે જ રક્ત નળીઓનો આકાર સંકોચાઈ જાય છે અને યોગ્ય માત્રામાં લોહીનુ પ્રવાહી નથી બનતુ. મતલબ એ કે તમે જેટલુ સારુ કોલેસ્ટ્રોલ તમારા ભોજનમાં લેશો તેટલુ જ ઓછુ ખરાબ કોલેસ્ટ્રોલ તમારા લોહીમાં રહેશે. બની શકે કે તમને તમારુ ખરાબ કોલેસ્ટ્રોલ ઓછુ કરવા દવાઓની જરૂર પડે, પરંતુ યોગ્ય આહાર લેવાની સાથે સાથે તમારે નિયમિત કસરત પણ કરવી જરૂરી છે. હંમેશા સમય સમય પર કોલેસ્ટ્રોલના સ્તરની તપાસ કરાવતા રહો.