ગુજરાતના જુના મંત્રીઓને નવી કેબિનેટમાં સામેલ નહીં કરાય તેવી ચર્ચાઓ

ગુરુવાર, 4 ઑગસ્ટ 2016 (17:42 IST)
આનંદીબેને રાજીનામું આપી દીધા બાદ તેમના પ્રધાનમંડળમાં રહેલા પ્રધાનોએ તેમની પાસે રહેલા મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે આ પ્રધાનોની પણ બાદબાકી થાય તેવી શક્યતાઓ સુત્રો દ્વારા જાણવા મળી છે. હાલમાં અમિત શાહના ઘરે નવા સીએમ અંગેની મીટિંગ ચાલી રહી છે. સીએમની જાહેરાત ક્યારે થશે એની જાણકારીને લઈને લોકોમાં તરવળાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતને નવા સીએમ મળવાની સાથે નવા પ્રધાનમંડળની પણ રચના થશે.

આ પ્રધાનમંડળમાં આનંદીબહેન સરકારમાં પ્રધાન રહી ચૂકેલા મોટા ભાગના પ્રધાનોની પણ બાદબાકી થશે. મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું તો સાથે સાથે સમગ્ર પ્રધાનમંડળે પણ રાજીનામું આપી દીધું છે. માટે હવે નવા સીએમ સાથે નવું પ્રધાનમંડળ પણ રચાશે. ખાસ કરીને આનંદીબહેન જૂથના મનાતા પ્રધાનોને હવે હાથ ઘસતા રહી શકશે.

માત્ર કેબિનેટ જ નહીં પરંતુ સંગઠનમાં પણ મોટા પાયે ફેરફાર થવાની શક્યતા સૂત્રો દર્શાવી રહ્યા છે. સૂત્રોનુ માનીએ તો ગુજરાત ભાજપના ચારેય મહામંત્રીનો પણ બાદબાકી થવાના પુરા ચાન્સ થશે. આ ઉપરાંત કેન્દ્રીય એજન્સના રિપોર્ટનુ માનીએ તો ગુજરાતમાં ભાજપને ર૦૧૭માં જીત મેળવવી હોય તો અમિત શાહને સુકાન આપવા સિવાય છુટકો નથી. આ રિપોર્ટ પ્રમાણે પણ અમિત શાહને ધૂરા સોંપાય તો જ ભાજપ ર૦૧૭ની ચૂંટણીમાં આબરૂ બચાવી શકે તેમ છે.

વેબદુનિયા પર વાંચો