વડોદરાના નવલખી કમ્પાઉન્ડમાં 15 વર્ષની સગીરા પર બે યુવાનોના રેપથી હાહાકાર

શુક્રવાર, 29 નવેમ્બર 2019 (17:22 IST)
નવલખી કંમ્પાઉન્ડમાં પોતાના મંગેતર યુવક સાથે બેઠેલી 15 વર્ષની કિશોરીને ગતરાત્રે બે આરોપીઓ નજીકની ઝાડીમાં ખેંચી ગયા હતા અને બંને યુવકોએ કિશોરીને મારમારી ધમકાવી વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત બંને હેવાન યુવકોએ કિશોરી સાથે અકુદરતી સેક્સ પણ માણ્યુ હતું. દરમિયાન પોલીસની ગાડી આવી જતા બંને હવસખોર યુવકો કિશોરીને સ્થળ પર છોડીને ફરાર થઈ ગયા હતા. પોલીસે આખી રાત નવલખી ગ્રાઉન્ડ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ બંને આરોપીઓ ભાગી છુટવામાં સફળ થયા હતા.   સમગ્ર શહેરમાં ચકચાર જગાવનાર ગેન્ગરેપની મળતી વિગતો અનુસાર શહેરના ચાર દરવાજા વિસ્તારમાં રહેતી કિશોરી અને તેનો 16 વર્ષનો મંગેતર યુવક ગત સાંજે ઘરેથી એક્ટીવા પર નીકળ્યા હતા. દાંડિયા બજારમા એક ધાર્મિક સ્થળે ગયા પછી સાંજના લગભગ સાત વાગ્યાના અરસામાં આ પ્રેમીયુગલ નવલખી ગ્રાઉન્ડના અંદર આવેલા જીબી કોર્ટના અવાવરૂ વિસ્તારમાં એકટીવા પાર્ક કરીને બેઠા હતા.

તે દરમિયાન પાછળની જાડી વાળા વિસ્તારમાંથી બે યુવકો તેમની પાસે ધસી આવ્યા હતા. જે પૈકી એક આરોપીએ કિશોરીને પકડી લીધી હતી જ્યારે બીજાએ કિશોરીના મંગેતરને ધોલધપાટ શરૂ કરી માર માર્યો હતો. કિશોરીનો મંગેતર જમીન પર પડી ગયા બાદ બંને હવસખોર યુવકો કિશોરીને જાડી વિસ્તારમાં ખેંચી ગયા હતા. લગભગ દોઢ કિલોમીટર સુધી કિશોરીને જંગલ જેવા વિસ્તારમાં ખેંચી ગયા બાદ બંને હવસખોરોએ યુવકોએ વારાફરતી કિશોરીને ધમકાવી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તે ઉપરાંત બંને યુવકોએ કિશોરી સાથે અકુદરતી સેક્સ પણ માણ્યું હતું.  કિશોરી બચવા માટે બૂમાબૂમ કરતી હતી ત્યારે તેના મોઢા પર હાથ દબાવીને આરોપીઓએ તેને ધમકાવી હતી. બીજી તરફ કિશોરી માટે યુવક મદદ માટે દોડતો દોડતો રોડ પર આવ્યો હતો અને ત્યાંથી પસાર થતી પીસીઆર વાનના સ્ટાફને સમગ્ર હકીકતની જાણ કરી હતી ત્યારબાદ પોલીસ પણ તેની સાથે ઘટનાસ્થળે ગઈ હતી અને જાડી વિસ્તારમાં કિશોરીની શોધખોળ હાથ ધરી હતી પરંતુ વિસ્તાર બહુ જ મોટો હોય પોલીસે વધુ પોલીસ ફોર્સ મંગાવી હતી.

અંધારું અને અવાવરૂ વિસ્તાર હોવાથી કિશોરીની ભાળ મળતાં વાર લાગી હતી. દરમિયાન લાઈટનો પ્રકાશ પડતાં આરોપીઓ કિશોરીને ત્યાં જ છોડીને ફરાર થઈ ગયા હતા. કિશોરીએ કપડાં પહેરી મદદ માટે બૂમાબૂમ કરતા પોલીસને ખબર પડી હતી કે કિશોરી આ સ્થળે છે અને પોલીસે કિશોરીને શોધી કાઢી હતી ત્યારબાદ કિશોરીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. બનાવના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને અંદાજે 50થી 60 પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અને અલગ-અલગ પાંચ ટીમો બનાવીને પોલીસે બંને યુવકોની શોધખોળ હાથ ધરી હતી. સવારના છ વાગ્યા સુધી પોલીસે સમગ્ર જાડી જંગલ વિસ્તારમાં ખૂંદી કર્યો હતો શોધ કરી હતી પરંતુ હવસખોર આરોપીઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પોલીસે બંને અજાણ્યા યુવકો વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ બળાત્કારનો ગુનો નોંધી તેમની તપાસ હાથ ધરી છે. કિશોરીના જણાવ્યા પ્રમાણે પોલીસે બંને હેવાન યુવકોનો કેસ પણ તૈયાર કર્યો છે અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર