ઉલ્લેખનીય છે કે છેલ્લા 20 વર્ષોમાં દુનિયાની સંપત્તિ ત્રણ ગણી થઈ ગઈ છે. આ સૌની વચ્ચે મોટા અને ચોંકાવનારા સમાચાર એ છે કે આ સંપત્તિઓમાં ચીનની ભાગીદારી એક તૃતીયાંશ છે. દુનિયાભરના દેશોની બેલેંસશેટ પર નજર રાખનારી મેનેજમેંટ કંસલ્ટેંટ મૈકિંજી એંડ કંપની (Management Consultant McKinsey & Company)ની અનુસંધાન શાખાની રિપોર્ટ મુજબ ચીન હવે દુનિયાનો સૌથી શ્રીમંત દેશ બની ગયો છે.
રિપોર્ટમાં આ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દુનિયામાં સૌથી વધુ સંપત્તિવાળા ચીન અને બીજા નંબર પર રહેલા અમેરિકાના ધનનો ખૂબ મોટો ભાગ થોડા શ્રીમંત લોકો સુધી સીમિત છે. રિપોર્ટ મુજબ આ બંને અમીર દેશોમાં દસ ટકા વસ્તીની પાસે સૌથી વધુ ધન છે. રિપોર્ટમાં આ વાતનો પણ ઉલ્લેખ છે કે આ દેશોમાં શ્રીમંતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. જેને કારણે શ્રીમંત અને ગરીબ દેશો વચ્ચે મોટુ અંતર જોવા મળી રહ્યુ છે.