Blast in Afghanistan: નંગરહાર શહેરમાં નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બ્લાસ્ટ, ત્રણ લોકોના મોત, 12 લોકો ઘાયલ

શુક્રવાર, 12 નવેમ્બર 2021 (17:36 IST)
અફગાનિસ્તાન (Afghanistan) પૂર્વમાં સ્થિત નાંગરહાર પ્રાંત (Nangarhar province) ના સ્પિન ઘર વિસ્તારમાં શુક્રવારની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ(Blast in Nangarhar province) થયો આ બ્લાસ્ટમાં 12 લોકો ઘાયલ થયા છે. એક અહેવાલ મુજબ ધમાકો અંદાજીત બપોરના 1.30 કલાકે થયો હતો. ધમાકો મસ્જિદની અંદર કરવામાં આવ્યો હતો, જેથી વધુમાં વધુ લોકોને નિશાન બનાવવામાં આવે. અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન સત્તામાં આવ્યું છે ત્યારથી વિવિધ જગ્યાઓએ વિદ્રોહ પણ જોવા મળી રહ્યો છે
 
આ વિસ્તારના એક વ્યક્તિ અટલ શિનવારીએ જણાવ્યું કે, બ્લાસ્ટ સ્થાનિક સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે થયો હતો. આ દરમિયાન મસ્જિદની અંદર રાખવામાં આવેલો બોમ્બ અચાનક બ્લાસ્ટ થયો હતો. અન્ય એક રહેવાસીએ પણ આ જ માહિતી આપી છે.
 
તો તાલિબાનના એક અધિકારીએ પણ બ્લાસ્ટની પુષ્ટિ કરી છે. અધિકારીએ કહ્યું કે, અફઘાનિસ્તાનના અશાંત નાંગરહાર પ્રાંતની એક મસ્જિદમાં શુક્રવારે થયેલા બ્લાસ્ટમાં 3 લોકો મૃત્યુ પામ્યા છે અને 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તાજેતરના દિવસોમાં અફઘાનિસ્તાનમાં અનેક હુમલા થયા છે. આ હુમલા પાછળ ઈસ્લામિક સ્ટેટનો હાથ રહ્યો છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર