આ વિસ્ફોટ રાજધાની અંકારાથી 40 કિલોમીટર દૂર થયો છે.
અગાઉ તુર્કીના ગૃહમંત્રી અલી યેરલિકાયાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “દુર્ભાગ્યથી કેટલાક લોકોનાં મૃત્યુ થયાં છે અને કેટલાક લોકો ઘાયલ છે.”
સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે ગોળીબારના અવાજો પણ સંભળાઈ રહ્યા છે.
અંકારાના મૅયર મંસૂર યાવસે કહ્યું, “આ સમાચારથી મને દુ:ખ થયું છે. હું ઇશ્વરને પ્રાર્થના કરું છું કે અમારા શહીદો પર દયા કરે અને ઘાયલોને જલદી સાજા કરે. અમે આતંકવાદની નિંદા કરીએ છીએ.”