શું કરશો જો લગ્નના દિવસે જ પીરિયડ ટાઈમ આવી જાય !

બુધવાર, 25 જાન્યુઆરી 2017 (14:29 IST)
લગ્નની બધી તૈયારીઓ થઈ ગઈ હોય પણ એક વાત મગજથી નીકળી જાય છે એ છે લગ્નના દિવસે આવી ગઈ પીરિયડની ડેટ, હવે ચિંતા કે શું થશે કેવી રીતે થશે. કારણકે હવે તો તેને આગળ કરવાનો કે જલ્દી કરવાનો  સમય પણ નીકળી ચુક્યો છે.  કેવી રીતે એડસ્જસ્ટ કરીશ ? જો તમારી સાથે પણ કેટલીક આવી જ સ્થિતિ ઉભી થઈ ગઈ છે તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને જણાવી રહ્યા છે આવા જ સરળ ઉપાય જે તમને આ પરેશાનીથી  બહાર નીકળવામાં ખૂબ કામ આવશે. 
1. જો તમને પણ પીરિયડના સમયે પેટમાં દુ:ખાવાની ફરિયાદ રહે છે તો તમે લગ્નના દિવસે તમારી પાસે પેનકિલર દવાઓ જરૂર રાખો. જેથી જીવનના સૌથી મહત્વપૂર્ણ દિવસ તમે દુ:ખાવા અને બેચેની વગર વિતાવો અને આ દવાઓના ઉપયોગ કરીને ખુશ રહી શકો . 
 
2. લગ્નની રીવાજો માટે કલાકો સુધી બેસ્યા રહેવું પડી શકે છે. તે સમયે તમે પેડ પહેરીને કંફર્ટ અનુભવ નહી કરો અને પેડ થોડા જ સમયમાં નરમ પણ પડી જાય છે. આથી પેડસની જગ્યા મેસ્ટુઅન કપ કે ટેમ્પાનનો પ્રયોગ કરો. આ ઉપયોગમાં વધારે સરળ અને કંટાળામુક્ત હોય છે. 
 

 
3. જો તમે ટેમ્પાન ઉપયોગ કરવામાં તમને કંફર્ટ અનુભવ નથી કરી રહ્યા તો લાંબા સમય સુધી ચાલતા  કોઈ સારા પેડસનો ઉપયોગ કરો કે પછી એક સાથે બે પેડ્સના ઉપયોગ કરો. 
 
4. તમારી બેનપણી કે બેનને દવાઓ અને પેડ્સ મૂકવા માટે બોલો કારણકે  એ તમારી સાથે જ રહેશે જેથી તમને પરેશાની નહી થાય.  
5. પીરિયડમાં કમર અને પગના દુખાવા થાય છે તેથી હાઈ હિલ્સ પહેરવાથી બચવું. 
 
6. આ દિવસોમાં ખીલ પણ થઈ જાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે ટૂથપેસ્ટ લગાવીને સોજાને ઓછા કરી શકો છો. તેના પર બરફ લગાવાતા ચમત્કારી અસર કરે છે. 

વેબદુનિયા પર વાંચો