યોગ કરવાના અઘઘ ફાયદા જરૂર જાણો

શુક્રવાર, 19 જૂન 2020 (12:56 IST)
વર્તમાન સમયમાં લોકો પોતાની વ્‍યસ્‍તતાથી ભરેલા જીવનશૈલીમાં શાંતિ પ્રાપ્ત કરવા માટે યોગ - ધ્‍યાન કરતા હોય છે. યોગને કારણે વ્‍યક્‍તિ માત્ર તણાવભરી સ્‍થિતિમાંથી બહાર આવે છે તેવું નથી, પરંતુ મન શાંત થાય છે અને શરીર પણ તંદુરસ્‍ત રહે છે. યોગ ખૂબ લાભકારી છે. તે મન અને શરીરને શક્‍તિ આપે છે, એટલું ન નહી, પરંતુ 
 
આત્‍માને પણ શુદ્ધ કરે છે. યોગથી અનેક પ્રકારના ફાયદા થાય છે
 
યોગ દ્વારા થતા લાભની વાત કરીએ તો તે અમીરગરીબ, વૃદ્ધ- યુવાન અને સબળ નિર્બળ બધાં જ કરી શકે છે. યોગાસનમાં શરીરની માંસપેશીઓ હલનચલનની ક્રિયાઓ થાય છે સાથોસાથ તણાવ દૂર કરવા માટેની પ્રક્રિયા પણ થાય છે, જેથી થકાવટ દૂર થાય છે અને શરીર વધુ સ્‍ફૂર્તિલું બને છે.
 
યોગાસનમાં શરીર અને મનને તરોતાજા કરવાની શક્‍તિ રહેલી છે અને આધ્‍યાત્‍મિક લાભની દ્રષ્‍ટિએ પણ તેનું ઘણું મહત્‍વ છે. યોગાસનને કારણે શરીરની અંદરની ગ્રંથિઓ યોગ્‍ય રીતે કાર્ય કરતી રહે છે, જે લોકોની યુવાવસ્‍થાની સ્‍થિતિ જાળવી રાખે છે.
 
યોગને કારણે આપણી પાચનશક્‍તિ વધે છે, સાથોસાથ મેદસ્‍વીપણું દૂર કરે છે. યોગથી દૂર્બળ વ્‍યક્‍તિ પણ તંદુરસ્‍ત રહે છે. યોગ કરવાથી બુદ્ધિમાં વધારો થાય છે અને વ્‍યક્‍તિની ધારણાશક્‍તિ પણ ધારદાર બને છે. યોગાસનસ્ત્રીઓ માટે પણ વિશેષ લાભદાયી પુરવાર થાય છે. યોગાસનને કારણ મહીલાનું વ્‍યક્‍તિત્‍વ ખીલી ઊઠે છે. યોગ મહીલા અને પુરૂષ સંયમી બનાવે છે અને આહારવિહારને નિયંત્રિત કરવામાં ઉપયોગી થાય છે.
 
યોગ આપણી શ્વાસ લેવાને પ્રક્રિયાનું નિયમન કરે છે અને ફેફસાંને મજબૂત કરે છે. યોગ આપણાં શરીરમાં વહેતા રક્‍તને શુદ્ધ કરે છે અને મનને પણ શુદ્ધ કરીને સંકલ્‍પશક્‍તિને વધારે છે. યોગને કારણે રોગ સામે રક્ષણ મળે છે. શરીર નીરોગી અને સ્‍વસ્‍થ રહે છે. ટૂંકમાં, યોગના હેતુઓ વિવિધ પ્રકારના હોય છે. લોકો સ્‍વાસ્‍થ્‍ય સુધારવાની લઇને મોક્ષ પ્રાપ્ત કરવા માટે યોગસાધના કરતા હોય છે.
 
આ યોગની મદદથી કમરના દુખાવાથી સરળતાથી છુટકારો મળી શકે છે. પણ આ યોગ આસનને કરવાથી પહેલા કોઈ એક્સપર્ટ્થી સલાહ જરૂર લો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર