કેવી રીતે કરશો ચક્રાસન - સૌ પહેલા પીઠના બળ પર સૂઈ જાવ. ઘૂંટણ વાળો અને એડિયોને હિપ્સ સાથે સ્પર્શ કરાવતા પગને 10-12 ઈંચ જેટલા દૂર રાખો. ખભા ઉઠાવો અને કોણીઓ વાળી લો. હથેળીઓને ખભા ઉપર માથાની પાસે જમીન પર મુકી દો. શ્વાસ લો અને ધીરે ધીરે ધડને ઉઠાવતા પીઠને વાળો. ધીરેથી માથાને લટકતુ છોડી દો અને હાથ તેમજ પગને યથાસંભવ તાની લો. ધીરે ધીરે શ્વાસ લો અને ધીરે ધીરે શ્વાસ છોડો. જ્યા સુધી શક્ય હોય આ મુદ્રાને બનાવી રાખો. ત્યારબાદ શરીરને એ રીતે નીચે લઈ જતા પ્રારંભિક અવસ્થાના પરત ફરો કે માથુ જમીન પર જ ટકેલુ રહે. શરીરનો બાકીનો ભાગ નીચે લાવો અને વિશ્વામ કરો. આ 1 ચક્ર થયુ. આ રીતે તમે 4 થી 5 ચક્ર કરો.