આ ઘટના થોડા મહિનાઓ જૂની હતી પરંતુ જુલાઈ મહિનામાં આ મહિલાઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને જોઈને લોકોનું માથું શરમથી ઝૂકી ગયું હતું. આ મહિલાઓના પરિવારના સભ્યોની પણ હત્યા કરવામાં આવી હતી. આ પછી રાજ્યમાં ભારે હોબાળો થયો હતો. બાદમાં 16 ઓક્ટોબરે CBIએ બે મહિલાઓને નગ્ન પરેડ કરવાના કેસમાં એક સગીર સહિત 6 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઈએ છ લોકો પર ગેંગરેપ અને હત્યાનો આરોપ પણ મૂક્યો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
મણિપુરમાં થયેલ આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા. અત્યાર સુધી, મૈતૈઈ અને કુકી સમુદાયો રાજ્યમાં પોતપોતાની સર્વોપરિતા માટે લડી રહ્યા છે. જો કે, મણિપુરમાં ફરીથી આવી કોઈ હિંસક કે મોટી ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.