આ મેચની સૌથી મોટી વાત એ રહી છે કે પાર્ટ ટાઈમ બોલર જેપી ડૂમિનીની હેટ્રિક. ડૂમિનીએ શ્રીલંકાઈ કપ્તાન એંજેલો મૈથ્યૂઝ, કૂલશેખરા અને પી કૌશલને પેવેલિયન મોકલ્યુ. વર્લ્ડ કપમાં સતત ચાર સદી જમાવનારા કુમાર સંગકારાએ આજે ફરી ઠોસ બેટિંગ કરી. સતત વિકેટ પડવા છતા સંગકારાએ સૌથી વધુ 45 રનની રમત રમી.
શ્રીલંકાની પ્રથમ વિકેટ ત્રણ રનના કુલ સ્કોર પર પડી જ્યારે કેલ એબોટે પરેરાને વિકેટ પાછળ ક્વિંટન દે કૉકના હાથે કેચ કરાવ્યો. ત્યારબાદ કુલ યોગમાં હજુ એક રન જોડાયો જ હતો કે ડેલ સ્ટેને દિલશાનને ચાલતો કરી શ્રીલંકાને બીજો કરારો ઝટકો આપ્યો. દિલશાનની વિદાય પછી થિરિમાન્ને અને સંગકારાએ ત્રીજી વિકેટ માટે 65 રન જોડ્યા.