PAK vs SA : સાઉથ આફ્રિકાએ રોમાંચક મેચમાં પાકિસ્તાનને એક વિકેટથી હરાવ્યું, મારકમે બનાવ્યા 91 રન

શુક્રવાર, 27 ઑક્ટોબર 2023 (23:19 IST)
pakistan
PAK vs SA : વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન સામેની મેચમાં દક્ષિણ આફ્રિકાએ એક વિકેટથી રોમાંચક વિજય નોંધાવ્યો છે. 271 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમે એક સમયે 9 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે સ્કોર 260 હતો પરંતુ કેશવ મહારાજ અને તબરેઝ શમ્સીની જોડીએ સાવધાનીપૂર્વક રમીને આ મેચમાં ટીમને જીત અપાવી હતી. આ મેચમાં આફ્રિકા તરફથી એઈડન માર્કરામ એ સૌથી વધુ 91 રનની ઈનિંગ રમી. આ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાની આ પાંચમી જીત છે અને હવે તે 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. પાકિસ્તાન ટીમ તરફથી બોલિંગમાં શાહીન આફ્રિદીએ ત્રણ જ્યારે હરિસ રઉફ, મોહમ્મદ વસીમ જુનિયર અને ઉસામા મીરે 2-2 વિકેટ ઝડપી હતી.
 
જો આ મેચમાં પાકિસ્તાની ટીમની ઇનિંગની વાત કરીએ તો તેઓ 46.4 ઓવરમાં 270 રન સુધી જ સિમિત રહી હતી, જેમાં કેપ્ટન બાબર આઝમે 50 રન બનાવ્યા હતા જ્યારે સઈદ શકીલે 52 રન બનાવ્યા હતા. આફ્રિકા તરફથી બોલિંગમાં તબરેઝ શમ્સીએ 4 અને માર્કો જેન્સને ત્રણ વિકેટ ઝડપી હતી. આ મેચમાં પાકિસ્તાનની હાર સાથે જ તેની સેમીફાઈનલમાં પહોંચવાની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે.

 
દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન: ક્વિન્ટન ડી કોક, ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડુસેન, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, તબરાઈઝ શમ્સી, લુંગી એનગિડી.
 
પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન: અબ્દુલ્લા શફીક, ઈમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, સઈદ શકીલ, શાદાબ ખાન, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, મોહમ્મદ વસીમ જુનિયર, હરિસ રઉફ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર